JAMNAGAR: આજે શ્રાવણ સુદ સાતમ એટલે જામનગર શહેરનો સ્થાપના દિવસ છે. તેના ઈતિહાસ પર નજર કરીએ તો શ્રાવણ સુદ સાતમ વિક્રમ સવંત 1596માં કચ્છ કિનારેથી રણ ઓળંગી સેના સાથે આવેલા જામરાવળે વવાણીયા બંદર પાસે મોરાણા ગામ જીત્યું. આ પ્રદેશનું શાસન દેદાતમાચી પાસે હતુ, તેનો વધ કરીને આમરણ અને જોડીયા પંથક જીત્ય. ત્યારથી જામરાવળે આગેકુચ કરને ખીલોશ ઉપર વિજય મેળવ્યો.
જામરાવળ જેમ જેમ પ્રદેશો જીતતા ગયા, તેમનુ સામ્રાજય વિસ્તરતુ ગયુ હતુ. જામરાવળે મધ્યસ્થ રાજધાનીની જરૂર જણાતા જુના નાગના પાસેથી રંગમતી અને નાગમતી નદીના સંગમ સ્થાને ઈ.સ.1543 અને વિક્રમ સવંત 1596માં શ્રાવણ સુદ સાતમના દિવસે બે ગાવ દુર નગર સ્થાપ્યું, જે પાછળથી નવાનગર તરીકે જાણીતુ થયુ અને નવાનગર હાલ જામનગર તરીકે ઓળખાય છે.
જામનગરના રાજા દ્વારા જામનગરની સ્થાપના બાદ શહેરના વિકાસ અનેક કામગીરી કરવામાં આવી, જેમાં જામરાવળ શહેરને સ્થાપના બાદ પાયાની સુવિધાઓ પુરી પાડી હતી. તે બાદ રાજા રણમલે શહેરની મધ્યમાં રણમલ તળાવ બનાવ્યું હતુ. અને બાદ રાજ અજીતસિહંજીએ ક્રિકેટની દુનિયમાં જામનગરને સ્થાન આપ્યુ. જામનગર તમામ રાજવીઓ શહેરને કંઈક નવુ આપીને અનોખી ઓળખ આપી છે.
આજે શહેરના સ્થાપના દિવસે રાજપુત સમાજ દ્રારા જે સ્થાપનાની ખાંભી છે.તેની વિધિવત પુજા કરવામાં આવે છે. જામનગર શહેરની સ્થાપનાથી અત્યાર સુધીમાં અનેક ઉપનામ મળ્યા છે. જેમાં હાલાર, નવાનગર, જામનગર, છોટેકાશી નામથી ઓળખાય છે. તેમજ જામનગર આયુર્વેદ યુનિવર્સિટી, બાંધણી, ક્રિકેટ, બ્રાસ પાર્ટ સહીત અનેક બાબત માટે પ્રખ્યાત બન્યુ છે.
Published On - 3:43 pm, Sun, 15 August 21