
જામનગરના ભાજપના મહિલા કોર્પોરેટરનો રણચંડી સ્વરૂપનો એક વીડિયો વાયરલ થયો છે. ભાજપના મહિલા કોર્પોરેટરે આસિસ્ટન્ટ કમિશનરની ઓફિસમાં રીતસરની લાકડીવાળી કરી હતી. મહિલા કોર્પોરેટર રચના નંદાણિયા છેલ્લા ઘણા સમયથી રેકડી અને નાના પાથરણાવાળાઓના પ્રશ્નોને લઈને રોકાણ વિભાગ સામે વિરોધ કરી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
રોકાણ વિભાગ તળાવની પાળ વિસ્તારમાં આવેલા નાના ધંધાર્થીઓને ખોટી રીતે હેરાન કરતા હોવાની ફરિયાદ કરવા ગયેલા મહિલા કોર્પોરેટર લાકડી સાથે આસિસ્ટન્ટ કમિશનરની કચેરીમાં પહોંચ્યા હતા. જ્યાં ઉગ્ર રજૂઆત કર્યા બાદ મહિલા કોર્પોરેટરે કચેરીમાં રહેલી ફાઈલો પર લાકડી વિંઝવાનું શરૂ કરી દીધુ હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહિલા કોર્પોરેટરે લાકડી વડે ફાઈલો ફગોળતીવખતે રેકડીવાળાઓને કેમ હેરાન કરો છો, જેવા શબ્દો ઉચ્ચારી પોતાનો ગુસ્સો ઉતાર્યો હતો. બાદમાં કમિશનર સતિષ પટેલે મહિલા કોર્પોરેટરને તેમના પ્રશ્નોનો યોગ્ય રીતે ઉકેલ લાવવા માટે હૈયાધારણા આપી તેમને શાંત પાડ્યા હતા. જો કે મહિલા કોર્પોરેટરની દંબગાઈ સ્ટાઈલથી લાકડી વિંઝવાની ઘટનાથી અનેક ચર્ચાઓએ જોર પકડ્યુ છે.