JAMNAGAR : જામનગર તાલુકાના સરપંચ મંડળનું સંમેલન યોજાયું, વિવિધ 7 મુદ્દાઓને લઇને સરકારને રજુઆતની તૈયારી

|

Jan 25, 2021 | 4:25 PM

JAMNAGAR : સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે જામનગર તાલુકાના સરપંચ મંડળ દ્વારા એક સંમેલન યોજાયું હતું. તાલુકાના કુલ 102 ગામના સંરપચો આ સંમેલનમાં જોડાયા.

JAMNAGAR : જામનગર તાલુકાના સરપંચ મંડળનું સંમેલન યોજાયું, વિવિધ 7 મુદ્દાઓને લઇને સરકારને રજુઆતની તૈયારી
જામનગર શહેર ફોટો

Follow us on

JAMNAGAR : સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે જામનગર તાલુકાના સરપંચ મંડળ દ્વારા એક સંમેલન યોજાયું હતું. તાલુકાના કુલ 102 ગામના સંરપચો આ સંમેલનમાં જોડાયા. છેલ્લા કેટલાક સરકારી યોજના અને નિયમોને લઈને મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. સંમેલનમાં સરપંચો દ્વારા આવા સાત મુદાઓ લઈને સરકારમાં રજુઆત કરવાની તૈયારી કરી છે. જેમાં નાણાપંચની ગ્રાન્ટને લઈને થતી મુશ્કેલીઓ, બાંધકામના કામ માટે જુના વર્ષોના ભાવ વધારો કરવો, તેમજ ગ્રામ પંચાયતોના કામ માટે થતા કરાર અને તેની ડીપોઝીટના નિયમને રદ કરવા સહીતના સાત મુદાઓ અંગે સરકાર પાસે માંગ કરી છે. ટુંક સમયમાં કોઈ ઉકેલ નહી આવે તો તેની અસર સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં થશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

Next Article