Jamnagar: કોરોના બાદ આ હવે રોગે લીધો ભરડો, આટલા દર્દીઓ છે સારવાર હેઠળ

|

May 09, 2021 | 8:32 AM

એક બાજુ કોરોના કાબુમાં આવી રહ્યો છે. ધીરે-ધીરે કોરોનાના કેસ ઘટી રહ્યા છે તો સાજા થનાર લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જામનગરમાં (Jamnagar)કોરોનાને મ્હાત આપ્યા બાદ હવે દર્દીઓમાં મ્યુકરમાઈકોસિસએ ભરડો લીધો છે.

જામનગરમાં પણ આ માટે એક નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જામનગરમાં કોરોના બાદ મ્યુકરમાઈકોસિસ રોગના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે..જામનગરની જીજી હોસ્પીટલમાં હાલ કુલ 11 દર્દીઓ મ્યુકરમાઈકોસિસની સારવાર લઈ રહ્યા છે. આ પૈકી 10 જામનગર જીલ્લાના અને 1 પોરબંદરના દર્દીનો સમાવેશ થાય છે.

હાલ જામનગરમાં મ્યુકરમાઈકોસિસના કુલ 20 જેટલા દર્દીઓ નોધાયા છે. આ સારવાર માટે જીજી હોસ્પીટલમાં કોવીડ-19 હોસ્પીટલમાં એક 45 બેડ સાથેનુ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યુ છે. કોરોના થયા બાદ શરીરની રોગપ્રતિકારક શકિત ઓછી હોવાથી આ રોગ થવાની શકયાતા રહેતી હોય છે…

Next Video