એક વિવાદાસ્પદ VIDEOથી બદનામ થયેલા જૈન મુનિ નયન સાગરને એક ભૂલની મળી 6 મોટી સજાઓ, જૂનાગઢમાં લેવાયો મહારાજની વિરૂદ્ધ નિર્ણય

|

Jan 23, 2019 | 10:04 AM

જૈન ગ્રંથોના આધારે જૈન મુનિ નયન સાગરના વાયરલ વીડિયો બાદ તેમના પાપ પ્રમાણે સમાજે અને જૈન સંતો સમક્ષ પ્રાયશ્વિત માટે સજા સંભળાવી દીધી છે. તેમની દીક્ષાના પાંચ વર્ષ ઓછા કરવાની સાથે તેમની ઉપાધ્યાયની પદવી પણ લઈ લેવાઈ છે.  ઉપરાંત, 3 વર્ષ સુધી તે મૌન રહેશે. તેમણે ગિરનાર પર્વતની 22 વંદના કરવાની રહેશે. સાથે જ જે […]

એક વિવાદાસ્પદ VIDEOથી બદનામ થયેલા જૈન મુનિ નયન સાગરને એક ભૂલની મળી 6 મોટી સજાઓ, જૂનાગઢમાં લેવાયો મહારાજની વિરૂદ્ધ નિર્ણય

Follow us on

જૈન ગ્રંથોના આધારે જૈન મુનિ નયન સાગરના વાયરલ વીડિયો બાદ તેમના પાપ પ્રમાણે સમાજે અને જૈન સંતો સમક્ષ પ્રાયશ્વિત માટે સજા સંભળાવી દીધી છે. તેમની દીક્ષાના પાંચ વર્ષ ઓછા કરવાની સાથે તેમની ઉપાધ્યાયની પદવી પણ લઈ લેવાઈ છે. 

ઉપરાંત, 3 વર્ષ સુધી તે મૌન રહેશે. તેમણે ગિરનાર પર્વતની 22 વંદના કરવાની રહેશે. સાથે જ જે વિસ્તારોમાં તેમની બદનામી થઈ છે ત્યાં 3 વર્ષ સુધી પ્રવેશ પર નિષેધ રહેશે. આ મામલો યૂપીના મુઝફ્ફરનગર શહેરનો છે.

નયન સાગરના રૂમમાંથી એક યુવતી બહાર નીકળતી હોય તેવો વીડિયો વાયરલ થતાં ગુરૂ આચાર્ય નિર્મલ સાગરના દરબારમાં ગુજરાતના જૂનાગઢમાં મંગળવારે સુનવણી થઈ. આચાર્ય સુનીલ સાગર મહારાજ, ડૉ.જયકુમાર જૈન, પ્રોફેસર વર્ષભ પ્રસાદ જૈન વર્ધા, જૈન સંતો અને સમાજના લોકોની હાજરીમાં આચાર્ય નિર્મલ સાગર મહારાજે કહ્યું કે જો તે યુવતી કોઈ નિવેદન આપે કે વીડિયોમાં જોવા મળતું કંઈ આપત્તિજનક હશે તો તેઓ નયન સાગરને કપડા પહેરાવી દેશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

જુઓ VIDEO: 

આ વાયરલ વીડિયો પ્રકરણ બાદ તેમની સમાજમાં બદનામી પણ ઘણી થઈ છે. જૈન ગ્રંથોના આધારે તેમની દીક્ષાના 5 વર્ષ ઓછા કરવામાં આવ્યા છે અને તેમની ઉપાધ્યાયની પદવી પણ છીનવી લેવાઈ છે. તેમને 3 મહિના સુધી મૌન રહેવાનું રહેશે. તેઓ માત્ર સંઘના સાથીઓને મળી શકે છે, પણ તેમની સાથે વાત નહીં કરી શકે.

ઉપરાંત, તેમણે ગિરનાર પર્વતની 22 વાર વંદના એટલે કે યાત્રા કરવાની રહેશે. સથે જ 3 વર્ષ સુધી ઉત્તર ભારતના એ વિસ્તારોમાં નહીં જઈ શકે જ્યાં તેમની બદનામી થઈ છે. એક વર્ષમાં 24 પ્રવાસ રૂપ તપ પ્રાયશ્વિત કરવાના રહેશે. આ નિર્ણય દરમિયાન મુઝફ્ફરનગર, ખતૌલી, દિલ્હી જેવા સ્થાનોના જૈન સમાજના લોકો ત્યાં હાજર રહ્યાં.

TV9 Gujarati

 

ખતૌલીનો જૈન સમાજ નાખુશ

વીડિયો વાયરલ પ્રકરણમાં નયન સાગરને તેમના ગુરૂ આચાર્ય નિર્મલ સાગરે જે સજા સંભળાવી છે તેનાથી ખતૌલીનો જૈન સમાજ નાખુશ છે. તેમને લાગે છે કે આ સજા પર્યાપ્ત નથી, નયન સાગરનો સમાજમાંથી બહિષ્કાર થવો જોઈએ. આ માટે ટૂંક સમયમાં જૈન સમાજ દિલ્હીમાં બેઠક કરશે અને આગળનો નિર્ણય લેશે.

આ હતો સમગ્ર મામલો

ગયા વર્ષે જૂન મહિનાના પ્રવાસ દરમિયાન નયન સાગરનો વીડિયો 31 જુલાઈએ વાયરલ થયો હતો જેમાં નયન સાગર ખતૌલીમાં રહેતી એક યુવતીના રૂમમાંથી રાતના સમયે બહાર નીકળતા જોવા મળે છે. વીડિયો વાયરલ થતાં જૈન સમાજમાં જાણે ભૂકંપ આવી ગયો. વીડિયો વાયરલ થતાં  રૂરકીમાં ભણતી આ યુવતી પણ અચાનક ગુમ થઈ ગઈ.

એ યુવતીના પિતાએ હરિદ્વારના બહાદરાબાદ પોલીસ સ્ટેશનમાં નયન સાગર વિરૂદ્ધ દીકરીના અપહરણનો મામલો નોંધાવ્યો છે. જોકે 3 ઓગસ્ટે અચાનક જ યુવતી હાજર થઈ હતી અને પોલીસ સમક્ષ નયન સાગરને ક્લીન ચીટ મળી હતી. જોકે હજી સુધી આ યુવતી પોતાના ઘરે ખતૌલી પરત નથી ફરી. આ દરમિયાન યુવતીએ સોશિયલ મીડિયા પર નિવેદન આપ્યું હતું કે કેટલાક લોકો નયન સાગર અને તેને બદનામ કરવા માાટે ષડયંત્ર કરી રહ્યાં છે.

ચંદીગઢમાં ચાતુર્માસ પૂર્ણ કર્યા બાદ નયન સાગર જૂનાગઢ પોતાના ગુરૂ આચાર્ય નિર્મલ સાગર પાસે પહોંચી ગયા હતા. પરંતુ વીડિયો વાયરલ થતા જ ખતૌલી સહિત દિલ્હી તેમજ આસપાસના વિસ્તારોના જૈન સમાજમાં નયન સાગર માટે વિરોધ જોવા મળી રહ્યો છે.

[yop_poll id=755]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article