રાજકોટ પોલીસ તોડકાંડ: જગજીવન સખિયાએ પુરવાના વીડિયો મીડિયાને આપ્યા, કહ્યું પોલીસે 4.5 લાખ પાછા આપ્યા તે ક્યાંથી આવ્યા તેનો હિસાબ આપે

|

Feb 19, 2022 | 2:32 PM

તેમણે એમ પણ કહ્યું કે બદલી એ ગુજરાત સરકારનું પ્રથમ પગલું છે, આમાં કાર્યવાહી થશે, વિકાસ સહાયનો રિપોર્ટ સોમવારે જમા થશે ત્યાર બાદ નક્કર પગલાંની જાહેરાત થઈ શકે છે, મને વિશ્વાસ છે કે ગુજરાત સરકાર તેની શાખ બચાવવા માટે આમાં નક્કર કાર્યવાહી કરશે

રાજકોટ પોલીસ તોડકાંડ: જગજીવન સખિયાએ પુરવાના વીડિયો મીડિયાને આપ્યા, કહ્યું પોલીસે 4.5 લાખ પાછા આપ્યા તે ક્યાંથી આવ્યા તેનો હિસાબ આપે
Jagjivan Sakhiya gives video proof to media (1)

Follow us on

રાજકોટ પોલીસ તોડકાંડ મામલે આજે જગજીવન સખિયા અને કિશન સખિયા મીડિયા સામે આવ્યા હતા અને તેમણે શુક્રવારે ગાંધીનગરમાં ડી.જી. વિકાસ સહાય સામે રજૂ કરેલા નિવેદલ વિશે સ્પષ્ટતાઓ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિકાસ સહાયે મને શુક્રવારે બોલાવ્યો હતો. સવારે 210 વાગ્યે અમે પહોંચી ગયા હતા. સાહેબ પણ આવી ગયા હતા. ત્યાં મારું પુનઃનિવેદન લેવાયું અને પુરવા અમે આપ્યા હતા. પુરાવા પોતાના રેકોર્ડમાં લઈ શકે તે માટેનું નિવેદન લેવા માટે મને બોલાવ્યો હતો તેમ તેમણે જણાવ્યું હતું.

તમેણે કહ્યું કે મે અગાઉ જે પુરાવાની વાત કરી હતી તે ત્યાં રજૂ કર્યા છે અને તે બાબતે મારું સ્ટેટમેન્ટ લેવાયું હતું. મારુ અને કિસનનું બે કલાક નિવેદન લેવાયું હતું. જોકે ગુજરાતી ટાઈપ કરવાનાં ધીમી ગતીના કારણે વાર લાગી હતી. મે એક પેન ડ્રાઇવમાં વીડિયો અને એક લેટર ત્યાં રજૂ કર્યો છે.

તેમણે જણાવ્યું કે વીડિયોમાં એવું છે કે તા. 3-2-2022ના રોજ FIR દાખલ થયા બાદ દિવાનપરા પોલીસ ચોકી ખાતે બોલાવી કિશનને સાડા ચાર લાખ રૂપિયા પાછા આપવામાં આવ્યા હતા. તેમને આ રૂપિયા કોણે આપ્યા, સીપી સાહેબે આપ્યા કે પીઆઈ ગઢવીએ આપ્યા કે આરોપી પાસેથી વસુલ કર્યા, જો આરોપી પાસેથી વસુલ કર્યા હોય તો મુદામાલ પાવતી ફાટી છે કે નહીં અને જો ફાટી હોય તો તેની મને કોપી આપવામાં આવે અને તો પાવતી ફાટી હોય તો તે રકમ કોર્ટમાં જમા કરાવવા જોઈએ નહીં કે મને ડાયરેક્ટ આપવા જોઇએ, આમા કાં તો પોલીસ મેન્યુઅલનો ભંગ કરવામાં આવ્યો છે અથવા મને આ રૂપિયા ક્યાંથી આવ્યા તે ખુલાસો આપવો જોઈએ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તેમણે એમ પણ કહ્યું કે બદલી એ ગુજરાત સરકારનું પ્રથમ પગલું છે. આમાં કાર્યવાહી થશે, વિકાસ સહાયનો રિપોર્ટ સોમવારે જમા થશે ત્યાર બાદ નક્કર પગલાંની જાહેરાત થઈ શકે છે. મને વિશ્વાસ છે કે ગુજરાત સરકાર તેની શાખ બચાવવા માટે આમાં નક્કર કાર્યવાહી કરશે. સોમવારે હું પણ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળવા જવાનો છું.

મારી દૃશ્ટીએ આ બધા સામે કાયદા પ્રમાણે ફરિયાદ દાખલ થવી જોઇએ, અત્યારે માત્ર ટ્રાન્સફર થઈ છે રિપોર્ટ સબમીટ થયા બાદ તેમની સામે કાર્યવાહી થશે. તેમની સામે ગુનો નોંધાશે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવશે તેની મને ખાતરી છે. આમા અધિકારી સામે પણ ગુનો દાખલ થવો જોઇએ અને થશે જ.


તેમણે કહ્યું કે મારું માનવું છે કે ગુજરાત સરકાર એસીબી દ્વારા એવા આધિકારીઓ સામે તપાસ કરશે જેણે અઢળક સંપત્તીઓ ભેગી કરી છે. આ તોડકાંડમાં સંડોવાયેલા તમામ સામે કાર્યવાહી થવી જોઈએ. સીપી હેડ છે અને તે એમ કહે છે કે મને પૈસા મળ્યા નથી કે મને ખબર નથી. સૌ જાણે છે કે તેમણે શું કર્યું છે. કઈ કર્યું નથી તો 50 કરોડનો બંગલો કેવી રીતે બની ગયો.

સાડાચાર લાખ રૂપિયા પાછા આપવા બાબતે સખિયાએ જણાવ્યું કે તમને આ સાડાચાર લાખ રૂપિયા પાછા આપતી વખતે એમ કહેવાયું હતું કે આ સાડાચાર લાખ પાછા આપીએ છીએ. ક્યાંથી આવ્યા અને શું છે એ સાહેબ જવાબ આપશે. પરત આપવા આવનાર પીએસઆઈ એમ.એમ. ઝાલા, અને મહેશ મંડ હતા.

વચ્ચે તેમણે એક કિસ્સો ટંકતાં આઈપીએસ અધિકારીનું નામ લીધા વિના કહ્યું હતું કે તેમના પત્નીએ અમદાવાદના જ્વેલર્સમાં 5 કરોડના ઘરેણાં કઢાવ્યા હતા અને ત્યાર બાદ તેના આઈપીએસ અધિકારી પતિને ફોન કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ 3 કરોડના ઘરેણાં ખરીદ્યાં હતાં. આ અધિકારી કોણ હતા તે અંગે જે તે સમયે મીડિયામાં આવ્યું હતું.

સાડા ચાર લાખ પાછા આપવા બાબતે કિશન સખિયાએ જણાવ્યું કે મને એમ કહેવામાં આવ્યું હતું કે આ રૂપિયા રિયાઝ પાસેથી રીકવર કરવામાં આવ્યા છે. એ તમને અત્યારે આપીએ છીએ. ત્યારે કોઈ પાવતી આપી નહોતી. બીજા દિવસે મારા ઘરે આવીને એક લેટર પર સાઈન કરવી હતી, જેમાં લખ્યું હતું કે આ રૂપિયા રિકવર થયા છે તે તમને પાછા આપીએ છીએ.

આ પણ વાંચોઃ Surat: લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર પકડાયો

આ પણ વાંચોઃ Rajkot: ભૂમાફિયાના ત્રાસથી થયેલા મોતના કેસમાં પરિવારે મૃતદેહ સ્વીકાર્યો, સાંસદ મોહન કુંડારિયાએ મૃતકના પરિવારને ન્યાય અપાવાની ખાતરી આપી

Next Article