સુરતમાં સોશ્યલ ડીસ્ટન્સ વિના ડેટા એન્ટ્રી કરાવવાનું સંચાલકને પડ્યુ ભારે, 50,000નો દંડ ફટકારીને પોલીસ કેસ કરાયો

|

Jul 09, 2020 | 7:31 AM

સુરતમાં એક બાજુ કોરોનાના કેસ ઘટે તે માટે જહેમત કરવામા આવી રહી છે, ત્યારે બીજી બાજુ સોશ્યલ ડીસ્ટન્સનો સરેઆમ ભંગ કરીને ડેટા એન્ટ્રી કરાવતું સેન્ટર ઝડપાયું છે. સુરતના અઠવા પોલીસ મથકની હદમાં સગ્રામપુરામાં શંખેશ્વર કોમ્પ્લેક્ષના ભોયરાની બે દુકાનમાં ડેટા ઓપરેટરને ગીચોગીચ બેસાડીને ડેટા એન્ટ્રી કરાવાતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે મનપાએ તપાસ કરતા સાંકડી […]

સુરતમાં સોશ્યલ ડીસ્ટન્સ વિના ડેટા એન્ટ્રી કરાવવાનું સંચાલકને પડ્યુ ભારે, 50,000નો દંડ ફટકારીને પોલીસ કેસ કરાયો

Follow us on

સુરતમાં એક બાજુ કોરોનાના કેસ ઘટે તે માટે જહેમત કરવામા આવી રહી છે, ત્યારે બીજી બાજુ સોશ્યલ ડીસ્ટન્સનો સરેઆમ ભંગ કરીને ડેટા એન્ટ્રી કરાવતું સેન્ટર ઝડપાયું છે. સુરતના અઠવા પોલીસ મથકની હદમાં સગ્રામપુરામાં શંખેશ્વર કોમ્પ્લેક્ષના ભોયરાની બે દુકાનમાં ડેટા ઓપરેટરને ગીચોગીચ બેસાડીને ડેટા એન્ટ્રી કરાવાતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે મનપાએ તપાસ કરતા સાંકડી જગ્યામાં 250થી વધુ ઓપરેટર પાસે ડેટા એન્ટ્રી કરાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું. કોરોનાકાળમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ રાખીને કરાવાતા કામકાજ અંગે ડેટા એન્ટ્રી સંચાલને 50 હજારનો દંડ કરીને એપેડમીક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

Next Article