IT વિભાગની મોટી કાર્યવાહી: અમદાવાદમાં બે ખુબ જાણીતી કંપનીઓ પર દરોડા, વહેલી સવારે જ તવાઈ

|

Nov 23, 2021 | 12:03 PM

IT Raid: ASTRAL કંપનીની કોર્પોરેડટ ઓફિસ અને રત્નમણી મેટલ્સની ઓફિસ પર વહેલી સવારે આઇટી વિભાગના અધિકારીઓની ટીમ ત્રાટકી છે.

IT Raid: આવકવેરાની ટીમ (IT Department) એક્શનમાં આવી છે. અમદાવાદની (Ahmedabad) 2 કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. ASTRAL કંપનીની કોર્પોરેડટ ઓફિસ અને રત્નમણી મેટલ્સની (Ratmani Metals) ઓફિસ પર વહેલી સવારે આઇટી વિભાગના અધિકારીઓની ટીમ ત્રાટકી છે. અહીં ઉલ્લેખનીય છે કે, આઈટી વિભાગની ટીમ અમદાવાદના અલગ અલગ 25 સ્થળોએ દરોડા પાડ્યા છે.

આવક વિભાગ દ્વારા આ તમામ સ્થળોએ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બેનામી સંપત્તિ, રોકડ વ્યવહારો સહિત બિલ્ડરોને આપેલા મટિરિયલ્સના ઇનવોઇસ બિલ્સની સહિતના મુદ્દે આઈટી વિભાગની ટીમ તપાસ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે કરોડો રૂપિયાની બેનામી વ્યવહારો બહાર આવી શકે છે.

નવાઈની વાત તો એ છે કે, અમદાવાદના 25 સ્થળ અને અન્ય રાજ્યમાં કુલ મળી 40 જગ્યા પર આઈટી વિભાગની રેડ પડી છે. મુંબઈ દિલ્લી સહિત શહેરોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. એસ્ટ્રેલ પાઈપના ચેરમેન સંદિપ એન્જિનીયરને ત્યાં પણ ટીમ ત્રાટકી છે. સાથે જ રત્નમણિના ચેરમેન પ્રકાશ સંઘવીને ત્યાં પણ દરોડા પડ્યા છે. આયકર વિભાગના 150થી વધુ અધિકારીઓ આ રેડમાં જોડાયા છે. સાથે જ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, બિલ્ડરો સાથેની સાંઠગાંઠ હોવાના પગલે રેડનું આયોજન કરવામાં આવ્યું હોઈ શકે છે.

 

આ પણ વાંચો: income Tax Return Filing : ITR ફાઈલ કર્યા બાદ તેનું વેરિફિકેશન જરૂરી, જાણો Aadhaar આધારિત OTP પ્રક્રિયા સિવાય ITR ચકાસવાની પાંચ રીતો

આ પણ વાંચો: પશ્ચિમ રેલ્વેએ આજથી 3 દિવસ સુધી મેગા બ્લોક જાહેર કર્યો, સવારના આ સમયની તમામ ટ્રેનો 2 કલાક મોડી ચાલશે

Next Video