IT Raid: અમદાવાદમાં ASTRAL કંપની પર IT વિભાગના દરોડા, વહેલી સવારે ઓફીસ પર તપાસનો ધમધમાટ

|

Nov 23, 2021 | 9:53 AM

અમદાવાદ શહેરમાં ASTRAL કંપની પર IT વિભાગના દરોડા. વહેલી સવાર કંપનીની ઓફીસ પર આયકર વિભાગની તવાઈ.

IT Raid: અમદાવાદમાં ASTRAL કંપની પર IT વિભાગના દરોડા, વહેલી સવારે ઓફીસ પર તપાસનો ધમધમાટ
IT department raid

Follow us on

IT Raid: અમદાવાદથી IT ના દરોડાના મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં (Ahmedabad) ASTRAL કંપની પર આવકવેરા વિભાગે વહેલી સવારે તવાઈ બોલાવી છે. હાલ કંપનીની કોર્પોરેટ ઓફિસ પર તપાસ શરૂ કરી છે. જણાવી દઈએ કે આ કંપનીની ઓફીસ સિંધુ ભવન વિસ્તારમાં આવેલી છે. ત્યાં વહેલી સવારે જ આઇટી વિભાગના અધિકારીઓ ત્રાટક્યા હતાં. જણાઈ દઈએ કે ASTRAL કંપની પાઇપ બનાવતી મોટી કંપની છે. તો કંપનીની આસપાસ પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.

ASTRAL કંપની પાઈપ બનાવતી જાણીતી અને મોટી કંપની છે. ત્યારે આઇટી વિભાગે તેની ઓફીસ ખાશે વહેલી સવારે સર્ચ અને સર્વેની કામગીરી શરૂ કરી છે. મળેલી માહિતી પ્રમાણે આ મોટી કાર્યવાહીમાં આઇટીની ચાર ટીમ લાગી છે. ASTRAL કંપનીની ઓફીસ સાથે અન્ય ઓફીસ અને કંપનીના અન્ય સ્થળોએ પણ તપાસનો ધમધમાટ શરુ થઇ હયો છે. IT વિભાગને મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ અને મિલકત મેળવવાની આશા છે. તો બેનામી મિલકતોની માહિતી મેળવવા IT વિભાગની મથામણ ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે હજુ એક અઠવાડિયા પહેલા જ IT દ્રારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદમાં ઇન્કમ ટેક્સ (Income tax) વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. 16 નવેમ્બરના રોજ વહેલી સવારથી જ ઇન્કમ ટેક્સ (Income tax) વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યુ હતું. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા બિલ્ડિંગ વ્યવસાય સાથે સંકળાયેલા માણેકચંદનાં ડિલર મુસ્તફા શેખ અને તેમના ભાગીદારોને ત્યાં તવાઇ બોલાવવામાં આવી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઇન્કમ ટેક્સ વિભાગે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદના પાલડી, કાલુપુર, આશ્રમરોડ વિસ્તારમાં આવેલી ઓફિસ અને રહેઠાણ સહિત કુલ 14 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. તો આ દરોડામાં મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળી આવ્યાનું પણ સામે આવ્યું હતું.

 

આ પણ વાંચો: ND vs NZ: કાનપુર પહોંચેલી ન્યુઝીલેન્ડ અને ભારતીય ટીમના કાફલામાં અજાણી કાર ઘૂસી જતા સનસનાટી મચી ગઇ! સુરક્ષા ટીમોમાં દોડધામ થઇ ગઇ

આ પણ વાંચો: Raj Kundra Case: રાજ કુન્દ્રાએ કોર્ટમાં કહ્યું- મારા દ્વારા બનાવેલા વીડિયો કામુક હોઈ શકે છે, પરંતુ તે સેક્સ્યુઅલ એક્ટિવિટી વાળા નથી

Published On - 9:36 am, Tue, 23 November 21

Next Article