IPS ડૉ. મહેશ નાયકનું કોરોનાથી મૃત્યુ, SVPમા ચાલી રહી હતી સારવાર

|

Apr 10, 2021 | 8:31 AM

ગુજરાતના અલગ અલગ શહેર અને જિલ્લા તથા પોલીસના વિવિધ વિભાગોમાં, IPS ડૉ. મહેશ નાયક DYSPથી લઈને SP સુધીની ફરજ બજાવી ચૂક્યા હતા.

વડોદરામાં આર્મડ યુનિટના DIG તરીકે ફરજ બજાવતા ડૉ. મહેશ નાયકનું કોરોનાને કારણે નિધન થયુ છે. ડૉ. મહેશ નાયક કોરોનાથી સંક્રમિત થયા ત્યાર બાદ અમદાવાદ ખાતેની સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલમાં ગત 31મી માર્ચથી દાખલ હતા.

ડૉ. મહેશ નાયકને થોડાક મહિના પૂર્વે જ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ( SP)થી બઢતી આપીને DIG તરીકે વડોદરામાં નિમણૂંક આપવામાં આવી હતી. IPS ડૉ. મહેશ નાયકને એન્જીયોપ્લાસ્ટી કરાવેલ હતી. સાથોસાથ IPS ડૉ. મહેશ નાયક ડાયાબિટીસના રોગથી પણ પિડાતા હતા.

ગુજરાતના અલગ અલગ શહેર અને જિલ્લા તથા પોલીસના વિવિધ વિભાગોમાં DYSPથી લઈને SP સુધીની સેવાઓ આપી ચુક્યા છે. અમદાવાદ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમના DCP તરીકે લાંબા સમય સુધી ડૉ. મહેશ નાયકે સેવાઓ બજાવી હતી

ડૉ. મહેશ નાયક તાપી જિલ્લા પોલીસ વડા તરીકે પણ સેવાઓ આપી ચુક્યા છે. સાબરમતી સેન્ટ્રલ જેલના SP તરીકે પણ સેવાઓ આપી ચુક્યા છે. થોડા સમય પૂર્વે જ ડૉ. મહેશ નાયકના માતાનું તેમના વતન પાટણ ખાતે નિધન થયું હતું

 

 

 

Next Video