International Yoga day 2021: કોરોનાકાળમાં યોગ કરનારા લોકોની સંખ્યામાં વધારો, યોગ બન્યુ આશાનું કિરણ

|

Jun 21, 2021 | 1:06 PM

International Yoga day 2021 : વિશ્વ યોગ દિવસના દિવસે પીએમ મોદીએ જણાવ્યુ કે જ્યારે સંપૂર્ણ વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યુ છે ત્યારે યોગ આશાનું કિરણ છે.કોરોનાના સમયમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સર્વેમાં સામે આવ્યુ છે કે કોરોનાકાળમાં એક વર્ષમાં 42. 77 ટકા લોકોએ યોગ શરુ કર્યા છે.

International Yoga day 2021: કોરોનાકાળમાં યોગ કરનારા લોકોની સંખ્યામાં વધારો, યોગ બન્યુ આશાનું કિરણ
સાંકેતિક તસ્વીર

Follow us on

International Yoga day 2021 : 21 મી જૂન એટલે વિશ્વ યોગ (Yoga) દિવસ. આજે દેશના અલગ-અલગ ભાગમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિશ્વ યોગ દિવસના દિવસે પીએમ મોદીએ જણાવ્યુ કે જ્યારે સંપૂર્ણ વિશ્વ કોરોના (Corona) મહામારીનો સામનો કરી રહ્યુ છે ત્યારે યોગ આશાનું કિરણ બન્યુ છે. કોરોનાના સમયમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સર્વેમાં સામે આવ્યુ છે કે કોરોનાકાળમાં એક વર્ષમાં 42. 77 ટકા લોકોએ યોગ શરુ કર્યા છે.

આપને જણાવી દઇએ કે એક ફિઝિયોથેરાપી ઇન્સ્ટીટ્યૂટ દ્વારા રાજ્યમાં યોગ અભ્યાસ અંગેની સમજનું વિશ્લેષણ શિર્ષક હેઠળ એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.આ સર્વેમાં યોગ અભ્યાસના લાભ, યોગ વિશેની માન્યતા, યોગની પ્રેરણા આપતા અને અવરોધક પરિબળ એમ કુલ 10 પ્રશ્નો 1034 લોકોને પૂછવામાં આવેલા.આ સર્વેમાં 67. 24 ટકા લોકો અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાંથી હતા સર્વે પ્રમાણે 60.78 લોકો યોગ કરે છે.

છેલ્લા 1 વર્ષમાં 42.77 ટકા લોકોએ યોગ કરવાનું શરુ કર્યુ છે. કોરોના તેમજ અન્ય સમસ્યાઓના નિવારણ માટે લોકો યોગ તરફ આગળ વધ્યા છે.42.86 ટકા લોકોનું માનવું છે કે યોગ કરવાથી માનસિક શાંતિ મળે છે તેમજ શારિરિક હળવાશનો અનુભવ થાય છે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

આ ઉપરાંત 29.18 ટકા લોકોએ પ્રાણાયમને મહત્વ આપ્યુ છે. જેના થકી કોવિડ-19 પછી ફેફસા પર થતી ખરાબ અસરને દૂર કરી શકાય છે. આ સાથે જ 23. 5 ટકા લોકોએ આસનોને મહત્વ આપ્યુ છે. 39.01 ટકા લોકોનું કહેવુ છે કે માનસિક અને શારીરિક રીતે શરીરને સ્વસ્થ રાખવા યોગ મહત્વપૂર્ણ છે.

Next Article