Rajkot: સીઆર પાટીલના કાર્યક્રમ પહેલા ભાજપના જૂથો વચ્ચે ગજગ્રાહ, રામ મોકરિયાએ આપ્યું મોટું નિવેદન

| Edited By: | Updated on: Nov 11, 2021 | 10:03 AM

Rajkot: પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ રાજકોટની મુલાકાતે જવાના છે, ત્યારે તે પહેલા જ ભાજપમાં આંતરિક ગજગ્રાહ જોવા મળી રહ્યો છે.

Rajkot: સીઆર પાટીલના (CR Paatil) કાર્યક્રમ પહેલા ભાજપના (BJP) જૂથ વચ્ચે ગજગ્રાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કાર્યક્રમના સંકલનની બેઠકમાં રામ મોકરિયા આકરા પાણીએ જોવા મળ્યા. રામ મોકરિયાએ કહ્યું કે કેટલાક કાર્યકર્તાઓ મારા બંગલે રજૂઆત કરવા આવતા ડરે છે.  શહેર ભાજપના નેતાઓના ડરથી તેઓ આવતા ન હોવાનો રામ મોકરિયાએ આક્ષેપ લગાવ્યો છે. આ મામલે રામ મોકરિયાએ એમ પણ કહ્યું કે કાર્યકર્તાઓએ કોઇનાથી ડરવાની જરૂર નથી, કાર્યકર્તાઓ જ પક્ષની હિંમત છે.

તો સૌથી મહત્વની વાત છે કે આગામી 20 નવેમ્બરના રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ રાજકોટ ખાતે કાર્યક્રમમાં આવવાના છે. તો આ કાર્યક્રમ પહેલા ભાજપની સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપનો ગજગ્રાહ સામે આવ્યો છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ બેઠકમાં ચોંકાવનારા નિવેદન કર્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક કાર્યકર્તાઓ મારી પાસે રજૂઆત કરવા માંગતા હોય છે, પરંતુ તેમને ભાજપના આકાઓનો ડર છે. કે ક્યાંક તેમના બંગલા બહાર તેમની ગાડી ન જોવા મળે. આ નિવેદનથી ભાજપનું ગજગ્રાહ સામે આવ્યો છે.

 

આ પણ વાંચો: Vicky-Katrina Wedding : કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્નના સમાચાર સાંભળીને એક્સ ગર્લફ્રેન્ડ હરલીનનું કંઈક આવું હતું રિએક્શન

આ પણ વાંચો: રાજ્યમાં વધુ એક નવજાત બાળક તરછોડાયું, નડિયાદ અનાથ આશ્રમ બહાર કોઈ 1.5 માસના બાળકને મૂકી ગયું

Published on: Nov 11, 2021 09:50 AM