છૂટછાટ પડી ભારે? બીજી લહેર બાદ લોકો અને તંત્ર બન્યા હતા બેદરકાર, હવે રાજ્યમાં વધ્યા કોરોનાના કેસ

|

Nov 11, 2021 | 11:54 AM

Gujarat: ભારે છૂટછાટમાં મોટી બેદરકારી સાથે ગુજરાતમાં તહેવાર ઉજવવામાં આવ્યો. જેની અસર હવે કોરોના સ્વરૂપે જોવા મળી રહી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.

રાજ્યમાં દિવાળીના (Diwali 2021) તહેવારો દરમિયાન લોકો અને તંત્રની બેદરકારીએ ફરીથી કોરોનાને (Corona) આમંત્રણ આપ્યું છે. ચાર મહિના બાદ પહેલીવાર એક જ દિવસમાં કોરોનાના 42 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં (Ahmedabad) સૌથી વધુ 16 કેસ નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોથી નવા નોંધાતા કેસની સામે ડિસ્ચાર્જ થતા દર્દીઓનું પ્રમાણ ઘટી રહ્યું હોવાથી એક્ટિવ કેસોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. રાજ્યમાં એક્ટીવ કેસની (Corona In Gujarat) સંખ્યા 215 પર પહોંચી ગઈ છે. ગઈકાલે અમદાવાદમાં 16, સુરત અને વલસાડમાં 5-5, વડોદરામાં 4, જૂનાગઢ, રાજકોટ અને મોરબીમાં 2-2, આણંદ, ભરૂચ, ગીર-સોમનાથ, જામનગર, કચ્છ, તાપીમાં 1-1 કેસ નોંધાયો છે.. આ સિવાયના 20 જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. નવા 42 કેસ સામે 36 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

તો જણાવી દઈએ કે તહેવારોમાં આપવામાં આવેલી છૂટછાટ ભારે પડી રહી હોય એમ લાગી રહ્યું છે. કોરોનાના કેસો ઘટવાને કારણે તહેવારોમાં છૂટછાટો અપાઈ હતી. દિવાળીમાં બજારો, પર્યટન સ્થળો, મંદિરોમાં ભારે ભીડ જામી હતી. તપ કોરોનાના કેસ ઘટતાં લોકો અને તંત્ર બેદરકાર બની ગયા હતા. લોકો માસ્ક ન પહેરીને દિવાળી પહેલા બજારોમાં ખરીદી કરતા જોવા મળ્યા. તો માસ્ક ન પહેરનાર સામે દંડનીય કાર્યવાહી પણ ઓછી કરવામાં આવી હતી. માસ્ક પહેર્યા વિના બજારમાં ફરીને લોકોએ ફરી કોરોનાને નોતર્યો હોય તેવું દ્રશ્ય સર્જાયું છે. સરકારે આપેલી છૂટછાટોનો લોકોએ દૂરુપયોગ કર્યાનું આ પરિણામ છે કે કેસ હવે વધી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં બેદરકારી ભારે પડી શકે છે.

 

આ પણ વાંચો: Gujarat: CM ભૂપેન્દ્ર પટેલ 16 જિલ્લાના પ્રવાસે, આજે નર્મદા અને તાપી ખાતે વિવિધ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત

આ પણ વાંચો: Navsari: ગ્રીડ પાસે આવેલ ગેસ લાઈનમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ પહોંચી ઘટના સ્થળે

Published On - 11:54 am, Thu, 11 November 21

Next Video