છેલ્લા બે મહિનાથી સુરતમાં કોરોનાના કેસો સૌથી વધારે પિક પર હતા. આ સમય દરમ્યાન દર મિનિટે એક વ્યક્તિને માસ્ક વગર મનપાની ટીમ દ્વારા પકડવામાં આવતા હતા. માસ્ક વગર લોકોને દંડવામાં સુરત મનપાએ કડકાઈભર્યું વલણ અપનાવ્યું હતું. પણ સુરત કોર્પોરેશનની સાથે સાથે પોલીસ વિભાગની પણ તેટલી જ મહેનત રહી છે જેના કારણે કોરોનાના કેસો કાબુમાં આવી શક્યા છે.
સુરતને કોરોનાની બીજી લહેર માંથી બહાર કાઢવામાં મહાનગરપાલિકાની સાથે પોલીસનું પણ મોટું યોગદાન છે. પોલીસની સુરક્ષા અને પ્રભાવી મોનીટરીંગ કારણે કોરોનાની ચેઇન તોડવામાં મદદ મળી છે. સુરતમાં કોરોના નો ગ્રાફ વધવાની સાથે જ પોલીસ દ્વારા સખ્તાઈ પણ વધારવામાં આવી હતી અને કોરોના પ્રોટોકોલ તેમજ નાઈટ કરફ્યુનું ઉલ્લંઘન કરનારા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસનું ફોકસ સૌથી વધારે એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધારે રહ્યો હતો, જ્યાં સંક્રમણનો ડર સૌથી વધારે હતો.
છેલ્લા બે મહિનામાં પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા 78,508 વ્યક્તિઓને દંડવામાં આવ્યા હતા. જેમની પાસેથી પોલીસે 7.85 કરોડ રૂપિયાનો દંડ વસુલ્યો હતો. તે જ પ્રમાણે સુરત મનપા દ્વારા 12,689 વ્યક્તિઓને માસ્ક વગર ફરવાથી 1.26 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ દરમ્યાન પોલીસનું ફોકસ કોવિડ પ્રોટોકોલનું પાલન કરાવવાનું રહ્યું હતું. પોલીસે વગર માસ્કે ફરનારા લોકોને માર્ચ-એપ્રિલમાં સૌથી વધારે દંડ કર્યો હતો. માર્ચ-એપ્રિલમાં કોરોના ની બીજી લહેર સૌથી વધારે પિક પર હતી. ડિસેમ્બર 2020 થી 21મે, 2021 સુધી પોલીસે કોરોના ના કેસો પર નિયંત્રણ કરવા માટે સૌથી વધારે કડકાઇથી કામ લીધું.
સુરત પોલીસનું કહેવું છે કે તેમના દ્વારા લોકોને ફ્રીમાં માસ્ક પણ વિતરિત કરવામાં આવ્યા હતા. તેમ છતાં પણ લોકો બેફિકર બનીને ફરવા લાગતા કડક દંડનીય કાર્યવાહી કરવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ ન હતો.
આ પણ વાંચો: લો બોલો, આવો પણ રેકોર્ડ હોય? આ ચીની મહિલાએ તોડ્યો પોતાનો જ વિચિત્ર રેકોર્ડ
આ પણ વાંચો: Surat: જૂના અખાડા સામે આજે પણ આધુનિક જીમનો ધોબી પછાડ, જાણો આ 168 વર્ષ જુના અખાડા વિશે
Published On - 1:45 pm, Mon, 14 June 21