છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના 535 કેસ નોંધાયા, હાલમાં 6,850 એક્ટિવ કેસ

રાજ્યમાં કોરોના (CORONA)ના દૈનિક કેસોમાં અને કોરોનાથી થતાં મૃત્યુમાં સતત ઘટાડો થતો જઈ રહ્યો છે. આજે 15 જાન્યુઆરીના દિવસે કોરોનાના નવા 535 કેસ નોંધાયા અને આજે કોરોનાથી 3 દર્દીઓના મૃત્યુ થયા.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના 535 કેસ નોંધાયા, હાલમાં 6,850 એક્ટિવ કેસ
File Image
| Edited By: | Updated on: Jan 15, 2021 | 8:53 PM

રાજ્યમાં કોરોના (CORONA)ના દૈનિક કેસોમાં અને કોરોનાથી થતાં મૃત્યુમાં સતત ઘટાડો થતો જઈ રહ્યો છે. આજે 15 જાન્યુઆરીના દિવસે કોરોનાના નવા 535 કેસ નોંધાયા અને આજે કોરોનાથી 3 દર્દીઓના મૃત્યુ થયા. અમદાવાદ કોર્પોરેશન, સુરત અને રાજકોટ કોર્પોરેશનમાં એક-એક મૃત્યુ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના મૃત્યુઆંક 4,360 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજના દિવસે 738 જેટલા દર્દીઓએ કોરોનાને  મ્હાત આપી છે અને સ્વસ્થ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,43,639 દર્દીઓ કોરોના મૂક્ત થઈ સ્વસ્થ થાય છે. રાજ્યમાં કોરોના રિકવરી રેટ 95.60% થયો છે.

 

 

રાજ્યમાં હાલ 6,850 એક્ટિવ કેસ છે, જેમાં 55 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 6,995 દર્દીઓનું સ્વાસ્થ્ય સ્થિર છે. રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 104, સુરતમાં 81, વડોદરામાં 76 અને રાજકોટમાં 70 નવા કેસ નોંધાયા છે. આ સાથે આ ચાર મહાનગરોમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા જોઈએ તો અમદાવાદમાં 177, સુરતમાં 125, વડોદરામાં 41 અને રાજકોટમાં 57 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.