Rajkot: જેતપુરમાં શોર્ટ-સર્કિટથી ખેતરમાં લાગેલી આગમાં ખેડૂતે ગુમાવ્યો જીવ

|

Mar 28, 2021 | 9:43 AM

છેલ્લા 2 દિવસથી રાજકોટ (Rajkot) જિલ્લાના  જેતપુર (jetpur) અને ધોરાજી વિસ્તારમાં વીજ લાઈનના શોર્ટ સર્કિટના કારણે રોજ ખેતરમાં આગ લાગે છે.

ખેડૂતો હાલ પાકના પૂરતા ભાવ પાક વીમો, કુદરતી અફાટમાં પાકને નુકસાન અને હવે વીજકંપનીની બેદરકારીથી પાકમાં આગ અને નુકસાનનો ભોગ બની રહ્યાં છે, છેલ્લા 2 દિવસથી રાજકોટ (Rajkot) જિલ્લાના  જેતપુર (jetpur) અને ધોરાજી વિસ્તારમાં વીજ લાઈનના શોર્ટ સર્કિટના કારણે રોજ ખેતરમાં આગ લાગે છે. આ સાથે જ ખેડૂતોને લાખોનું નુકસાન જઈ રહ્યું છે ત્યારે ખેડૂતોને સાંભળવા વાળું કોઈ નથી અને ખેડૂતો હેરાન પરેશાન થઇ રહ્યા છે.

જેતપુર ((jetpur) વિસ્તાર અને સહીતના વિસ્તારોમાં ઘઉં નો પાક તૈયાર છે અને લણવાની તૈયારી છે. આ વચ્ચે જેતપુરના દેવકી ગાલોળ ગામે એક ખેતરમાંથી પસાર થતી PGVCLની વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ થતા ખેતરમાં પડેલ તૈયાર પાક ઉપર તિખારા પડતા આગ લાગી હતી અને જોત જોતામાં આખું ખેતર બળીને ખાક થઇ ગયું હતું. આ ખેતર માં હાજર ખેતર માલિક ધીરુભાઈ મોહનભાઇ સતાસીયા પોતાના પાકને બચવા જતા મોતને ભેટ્યા હતા. ખેડૂતો એ આ દુર્ઘટના PGVCLની બેદરકારીને કારણે થઇ હિસાબે થઇ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

 

દેવકી ગાલોળ ગામે આગમાં ભસ્મીભૂત થયેલ ઘઉંના ખેતરને લઈને રાજકોટ FSLની ટિમ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. રાજકોટ FSLના અધિકારીએ આવીને સમગ્ર ઘટનાની તપાસ કરી હતી અને તેના જણાવ્યા મુજબ આગ ખેતરમાં થી પસાર થતી વીજ લાઈનમાં શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાનમાં જણાવ્યું હતું અને તે મુજબ જેતપુર પોલીસે તપાસ હાથ ધરી હતી.

નોંધનીય છે કે, છાસવારે વીજ લાઈનના ફોલ્ટ અને અન્ય સરકારી તંત્રની બેદરકારીના હિસાબે ઘઉંના ખેતરોનો તૈયાર પાક બળીને ખાખ થઇ રહ્યો છે ત્યારે વીજ કંપનીની બેદરકારીમાં તૈયાર પાક આગમાં ભસ્મીભૂત થવાથી ખેડૂતોને રક્ષણ મળે તે જરૂરી છે.

Next Video