
ગુજરાતમાં હવે કોમ્પ્યુટરમાં એક ક્લિક કરતાની સાથે જ ગુનેગારની કરમકુંડળી, રાજ્યના કોઈ પણ જિલ્લાની પોલીસ સરળતાથી મેળવી શકશે. ગુજરાતમાં ઠેર ઠેર લાગેલા સીસીટીવી કેમેરાના નેટવર્કને એકબીજા સાથે સાંકળી લેવાયા છે. આ સિસ્ટમ દ્વારા ગુનેગારની ગતીવીધિ જાણવા ઉપરાત તેનો ગુન્હાહીત ઈતિહાસ સામે આવી જશે. ગુજરાતમાં કોઈ પણ પોલીસ મથકમાં પકડાયેલ આરોપીના ફોટા અને તેના ગુન્હાને લગતી તમામ વિગતોની માહીતી દરેક પોલીસ સ્ટેશનમાં જોઈ શકે તે પ્રકારે જોડી દેવાઈ છે. આરોપીના ફોટાને ફેસ રેકગનાઈઝ સિસ્ટમ (FRS)માં જોતા જ આરોપીના અથથી ઈતિ સુધીની વિગતો સામે આવી જશે. હાલ વડોદરા પોલીસે આ પ્રકારની FRS સિસ્ટમનો સફળતા પૂર્વકનો ઉપયોગ કર્યો છે. આ સિસ્ટમને પગલે, કચ્છ પોલીસ, વલસાડ કે નવસારીમાં ઝડપાયેલા ગુનેગારની તમામ વિગતો જાણી અને મેળવી શકશે. પોલીસનું કહેવુ છે કે કોઈ એક ગુનેગાર અરવલ્લી કે સાબરકાંઠાના કોઈ જિલ્લામા ગુનો કર્યો હોય અને તેનો ફોટો જો ઉપલબ્ધ હોય તો સીસીટીવીના આધારે કયા ગયો હોઈ શકે છે તેનો તાગ મેળવી શકીને ઝડપથી પકડી શકાશે.
Published On - 5:30 am, Tue, 4 August 20