Farmers: છોટાઉદેપુરમાં (chhota udepur) ખેડૂતોની (Farmers) મુશ્કેલી કંઈક અલગ જ છે. અહીં કેળ અને ટામેટાનો (Banana and tomato plants) પાક તો થયો છે. પરંતુ તેમના માટે વરસાદ વિઘ્ન બનીને નથી આવ્યો બલકે શિકાટોકા અને નિમીટોસ વેરણ બનીને આવ્યા છે. જેને કારણે ખેડૂતો પરેશાન છે. જાણવાનો પ્રયાસ કરીએ કે શું છે આ મુશ્કેલી અને તેનું કોઈ નિવારણ છે ખરૂં ?
ચલામલી, મોરાડુંગરી, ટિંબરવા આ એવા વિસ્તારો છે જ્યાંના ખેડૂતો મોટેભાગે બાગાયતી ખેતી કરે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં શિકાટોકા નામનો રોગ કેળની ખેતીમાં લાગી જતા ખેડૂતોના હાથમાં રૂપિયાને બદલે નિરાશા આવી રહી છે. હવે એ જાણી લઈએ કે શિકાટોકા રોગ છે શું અને તેની શું અસર થાય છે?
શિકાટોકા નામનો રોગ એક ફંગસ થી થતો રોગ છે. જે થડમાં લાગીને ઉપર સુધી જતો હોય છે જેને કારણે થડ ઊભા ને ઊભા સુકાઈ જાય છે અને છેલ્લે પાંદડા પણ સુકાઈ જતાં તે કેળના ફળ સુધી પહોચે છે અને કેળ સુકાવા લાગે છે. અથવા કેળના છોડ પર તે પાકી જાય છે. કેળાંમાં ગ્રોથ ના આવતા વેપારીઓ તેને લેવા આવતા નથી ક્યાં તો પછી મફતના ભાવમાં તે માંગી રહ્યા છે. સતત વકરી રહેલા આ શિકાટોકા નામના આ રોગ કાબૂમાં નથી આવતો અને આખા ને આખા ખેતરો સુકાઈ જાય છે.
ખેડૂતો નું કહેવું છે કે બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને નુકસાનીનું વળતર પણ આપવામાં નથી આવતું. સરકાર આવા ખેડૂતોને વળતર આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે, કેમકે આવા પાકમાં તેમને પાણી જેનો ભાવ મળે છે. આ રોગને કારણે ખેડૂતોને સતત નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, પરિણામે ખેડૂતો પાયમાલી ને આરે આવી ગયા છે. ખેડૂતોએ બિયારણ, પાણી અને જે મહેનત કરી છે તેનું વળતર પણ હવે ખેડૂત ને નહી મળે તેવું ખેડૂતોનું માનવું છે..
ખેડૂતો ને એક તરફ બાગાયતી ખેતી કરવા સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવે છે તો બીજી તરફ કુદરતી રીતે ખેતીમાં નુકસાની સામે ખેડૂતો લાચાર બન્યા છે. આ તરફ છોટાઉદેપુર જિલ્લાના જ ચલામલી વિસ્તારમાં ટામેટાની ખેતી કરતા ખેડૂતો પર પણ નવી આવી જ રોગની આફત આવી છે. કેળની ખેતીમાં શિકાટોકા તો ટામેટાંની ખેતીમાં નિમિટોસ નામનો રોગ આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
આ વર્ષે નિમિટોસ નામનો રોગ ટામેટાંની ખેતી ને લાગ્યો છે. આ એવો રોગ એવો છે કે તે ટામેટાંના છોડ ને ઊભા ને ઊભા સૂકવી નાખે છે. ખેડૂતો નું કહેવું છે કે ટામેટાંના છોડના મૂળમાં ગાંઠો બને છે જે છોડને પોષણ થવા પામવા દેતી. ગમે તેટલી દવા કે ખાતર નાખવામાં આવે પણ વ્યર્થ છે.
આમ છોટાઉદેપુર જિલ્લામાં કેળ હોય કે ટામેટા આ નવા રોગને કારણે બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને માથે આફત આવી છે, ત્યારે તેમને મદદ મળે એવી ખેડૂતોની આશા છે.
આ પણ વાંચો: Weather: રાજ્યમાં કમોસમી વરસાદનું વધુ એક સંકટ, 2 થી 4 ડિસેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: ગુજરાત ગ્રામ પંચાયતોની ચૂંટણીની પ્રક્રિયાના આજથી શ્રી ગણેશ, આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ, જાણો વિગત