Gujarat High Court નો મહત્વનો નિર્દેશ, શાળાઓમાં ફાયર સેફટી નહીં તો રદ્દ થશે માન્યતા

|

Mar 04, 2021 | 4:04 PM

એક સુનાવણીમાં Gujarat High Court એ રાજ્ય સરકારને ફટકાર લગાવતા કહ્યું કે રાજ્યમાં હાલ 5199 જેટલી શાળાઓમાં ફાયર સેફટીની કોઈ સુવિધા નથી, આમ છતાં આ શાળાઓ ધમધમી રહી છે.

રાજ્યની શાળાઓમાં ફાયર સેફટી અંગે Gujarat High Court એ મહત્વનો નિર્દેશ કર્યો છે. આ અંગેની એક સુનાવણીમાં Gujarat હાઇકોર્ટે Gujarat સરકારને ફટકાર લગાવી છે. રાજ્યમાં હાલ 5199 જેટલી શાળાઓમાં ફાયર સેફટીની કોઈ સુવિધા નથી, આમ છતાં આ શાળાઓ ધમધમી રહી છે. 

ફાયર સેફટી વગરની શાળાઓ સામે હવે ગુજરાત હાઇકોર્ટે લાલ આંખ કરી છે. ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે જે શાળાઓમાં ફાયર સેફટી નહીં હોય તેની માન્યતા હવે ગુજરાત હાઇકોર્ટ જ રદ્દ કરશે. હાઇકોર્ટના આ કડક વલણથી ફાયર સેફટી વગર શાળાઓ ચલાવનારા શાળા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

Published On - 4:03 pm, Thu, 4 March 21

Next Video