રાજ્યમાં Senior Citizenને તેમના સંબંધી ઈરાદાપૂર્વક તરછોડાશે તો થશે કાનૂની કાર્યવાહી

|

Mar 11, 2021 | 6:11 PM

તમારી આજુબાજુ ઘણા એવા મામલા સામે આવતા હોય છે, જેમાં વરિષ્ઠ નાગરિકોને ( Senior Citizen) તરછોડી દેવામાં આવે છે. રાજ્યમાં જો હવે વરિષ્ઠ નાગરિકોને ( Senior Citizen) તેમના સંબંધી ઈરાદાપૂર્વક તરછોડશે તો તેમની સામે ગુનો દાખલ કરવામાં આવશે.

તમારી આજુબાજુ ઘણા એવા મામલા સામે આવતા હોય છે, જેમાં વરિષ્ઠ નાગરિકોને ( Senior Citizen) તરછોડી દેવામાં આવે છે. રાજ્યમાં જો હવે વરિષ્ઠ નાગરિકોને ( Senior Citizen) તેમના સંબંધી ઈરાદાપૂર્વક તરછોડશે તો તેમની સામે ગુનો દાખલ કરવામાં આવશે. આ ગુનો દાખલ થયા બાદ 3 માસની કેદ અથવા રૂપિયા 500 દંડ અથવા બંને કરાશે. આ સાથે જ ભરણપોષણનો દાવો કરવા માટે પોલીસ હવે સિનિયર સિટીઝનને મદદ કરશે. સિનિયર સિટીઝનની સુરક્ષાને ધ્યાને રાખી ડીજીપીએ સુચના આપી છે.

 

 

રાજ્યમાં નમન-આદર સાથે અપનાપન યોજનાની વ્યવસ્થાનો અમલ કરવા સુચના આપી છે. આ વ્યવસ્થા અંતર્ગત તમામ પોલીસ મથકની હદમાં રહેતા સિનિયર સિટીઝનની યાદી તૈયાર કરાશે. સિનિયર સિટીઝનના (Senior Citizen) પડોશીની પણ યાદી તૈયાર કરાશે. સિનિયર સિટીઝનના રોજીંદા વ્યવહાર સાથે સંકળાયેલા તમામ લોકોની પણ યાદી તૈયાર કરાશે. સિનિયર સિટીઝનને જીવન જરૂરી ચીજો લાવવા માટે પોલીસ દ્વારા મદદ કરાશે, સાયબર ક્રાઈમના ગુનાથી બચવા માટે પોલીસ માર્ગદર્શન આપશે.

 

આ પણ વાંચો: મોંઘવારીનો માર: શહેરી ઝૂંપડપટ્ટીમાં માત્ર 50 ટકા વસ્તીમાં LPG સિલિન્ડરનો વપરાશ

Next Video