VIDEO: રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ-MLA પદ પરથી રાજીનામા બાદ અલ્પેશ ઠાકોર સાથે ખાસ વાતચીત

રાજ્યસભા ચૂંટણીના મતદાન દરમિયાન બપોર બાદ નવો રાજકીય વળાંક આવ્યો છે. કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો આવ્યો છે. આજે બન્ને ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપી દીધું છે. જોકે, તેમના અન્ય એક સહયોગી ભરતજી ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું નથી આપ્યું. કોંગ્રેસના 2 ધારાસભ્યોના રાજીનામા બાદ હવે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ […]

VIDEO: રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ-MLA પદ પરથી રાજીનામા બાદ અલ્પેશ ઠાકોર સાથે ખાસ વાતચીત
| Updated on: Jul 05, 2019 | 1:37 PM

રાજ્યસભા ચૂંટણીના મતદાન દરમિયાન બપોર બાદ નવો રાજકીય વળાંક આવ્યો છે. કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો આવ્યો છે. આજે બન્ને ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપી દીધું છે.

જોકે, તેમના અન્ય એક સહયોગી ભરતજી ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું નથી આપ્યું. કોંગ્રેસના 2 ધારાસભ્યોના રાજીનામા બાદ હવે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 69 થઈ ગયું છે. આમ હવે આ બન્ને ધારાસભ્યો એવા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ‘કમલમ’માં જઈ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ VIDEO: મોબ લિંચિંગના વિરોધની રેલીમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં 20થી વધુ લોકોની અટકાત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજ્યસભાની ચૂંટણીમાં આ બન્ને ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. મતદાન કર્યા બાદ આ બન્ને ધારાસભ્યો વારા ફરતી વિધાનસભા અધ્યક્ષને મળીને ધારાસભ્યપદેથી રાજીનામાનો પત્ર સોંપ્યો હતો. તો બીજી બાજુ કોંગ્રેસે પણ આ બન્ને ધારાસભ્યોને ક્રોસ વોટિંગ કરવા બદલ ગેરલાયક ઠેરવવા માટેની કવાયત શરૂ કરી હતી. જેના ભાગરૂપે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના લિગલ એડવાઈઝર બાબુ માંગુકીયા અને કોંગ્રેસના અન્ય ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષને મળવા દોડી ગયા હતા.

[yop_poll id=”1″]