અમદાવાદમાં એસપી રીંગ રોડ ઉપર પડયો ભૂવો, છેલ્લા સાત વર્ષમાં અમદાવાદમાં પડ્યા 485 ભૂવા

|

Jul 28, 2020 | 7:58 AM

અમદાવાદના એસપી રીંગ રોડથી રામોલ જવાના માર્ગમાં ભૂવો પડતા વાહનવ્યવહારને અસર થવા પામી છે. અમદાવાદ શહેરમાં 2013થી 2020 સુધીના સાત વર્ષમાં કુલ 485 ભૂવા પડ્યા છે. સૌથી વધુ 2017ના વર્ષમાં 111 ભૂવા પડ્યા હતા. અમદાવાદના પશ્ચિમ ઝોનમાં છેલ્લા સાત વર્ષમાં 152 ભૂવા પડ્યા છે. ઉતર, દક્ષિણ ઝોનમાં 149 ભૂવા પડ્યા છે. દર વર્ષે પડતા ભૂવા […]

અમદાવાદમાં એસપી રીંગ રોડ ઉપર પડયો ભૂવો, છેલ્લા સાત વર્ષમાં અમદાવાદમાં પડ્યા 485 ભૂવા

Follow us on

અમદાવાદના એસપી રીંગ રોડથી રામોલ જવાના માર્ગમાં ભૂવો પડતા વાહનવ્યવહારને અસર થવા પામી છે. અમદાવાદ શહેરમાં 2013થી 2020 સુધીના સાત વર્ષમાં કુલ 485 ભૂવા પડ્યા છે. સૌથી વધુ 2017ના વર્ષમાં 111 ભૂવા પડ્યા હતા. અમદાવાદના પશ્ચિમ ઝોનમાં છેલ્લા સાત વર્ષમાં 152 ભૂવા પડ્યા છે. ઉતર, દક્ષિણ ઝોનમાં 149 ભૂવા પડ્યા છે. દર વર્ષે પડતા ભૂવા પૂરવા માટે મહાનગરપાલિકા લાખ્ખોનો ખર્ચ કરે છે. 2013માં 92, 2014માં 49 ભૂવા પડ્યા હતા. 2015માં 58 તો 2016માં 57 ભૂવા પડ્યા હતા. 2017માં 111 અને 2018માં 26 ભૂવા પડ્યા હતા. 2019માં 66 અને 2020માં અત્યાર સુધીમાં 26 ભૂવા પડ્યા છે.

Published On - 7:31 am, Tue, 28 July 20

Next Article