અમદાવાદમાં ગુજ. યુનિ. હોલમાં DRDO એ કેવી બનાવી છે હંગામી હોસ્પિટલ ? જુઓ વિડીયો

|

Apr 23, 2021 | 8:37 AM

કેન્દ્ર સરકારના સહયોગમાં DRDO એ બનાવેલી આ હંગામી હોસ્પિટલનું આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ નિરીક્ષણ કરશે. કોરોનાની બીજી લહેરમાં કોરોનાના દર્દીને સારવારમાં પડતી મુશ્કેલીનો પૂરેપૂરો ખ્યાલ આ હોસ્પિટલમાં રખાયો છે

અમદાવાદના જીએમડીસી ખાતે આવેલ ગુજરાત યુનિવર્સિટી કન્વેશન હોલમાં બની રહેલી 900 બેડની હોસ્પિટલને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ હોસ્પિટલનું નિરીક્ષણ કરવા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે બપોર બાદ અમદાવાદ આવશે. કોરોનાની અતિ કપરી સ્થિતિમાં હોસ્પિટલોમા બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજનની ભારે અછત સર્જાઈ છે. આ સ્થિતિ નિવારવા માટે DRDOની મદદથી હોસ્પિટલ બની રહી છે.

DRDO ના ટુંકા નામે જાણીતી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને, ગુજરાત સરકારની અપીલ ઉપર કેન્દ્ર સરકારના કહેવાથી ગણતરીના દિવસોમાં જ અદ્યતન હોસ્પિટલ ઊભી કરી દીધી છે. આ હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને જે મુશ્કેલી પડે છે તેનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટી કન્વેશન હોલ ખાતે DRDO દ્વારા બનવવામાં આવી રહેલી 900 બેડની હોસ્પિટલની કામગીરી આખરી તબક્કામાં છે. DRDOની મદદથી તૈયાર થઈ રહેલી આ હોસ્પિટલ 25 એપ્રિલથી શરૂ થાય તેવી શક્યતા છે. 900 બેડ હોસ્પિટલ શરૂ થતાં, અમદાવાદમાં ખાનગી અને સરકારી હોસ્પિટલ ઉપરનું ભારણ ઘટશે. હંગામી હોસ્પિટલમાં ફાયર સેફટીથી લઈને ઓક્સિજન સુધીની તમામ વ્યવસ્થા કરાઈ છે. વેન્ટિલેટરની પણ સુવિધા દર્દીઓને આપવામાં આવશે.

Next Video