ઘરમાં બીજા બાળકનું આગમન થવાનું હોય ત્યારે મોટા સંતાન પ્રત્યે પ્રેમ કઈ રીતે દર્શાવશો ?

|

Sep 30, 2020 | 10:30 AM

ઘરમાં બીજા બાળકનું આગમન થવાનું હોય, ત્યારે માતા તો પોતાની રીતે, એના સ્વાગતની તૈયારી કરતી જ હોય છે, પણ તેના લીધે પહેલા સંતાનના મનમાં ચિંતા ઉતપન્ન ન થવી જોઈએ. અત્યાર સુધી પોતે જ ઘરમાં લાડકોડ અને બધું જ મહત્વ એને મળ્યા છે. પણ ઘરમાં નાના ભાઈ કે બહેન આવે ત્યારે તેમાં ભાગ પડશે. કોઈપણ બાળક […]

ઘરમાં બીજા બાળકનું આગમન થવાનું હોય ત્યારે મોટા સંતાન પ્રત્યે પ્રેમ કઈ રીતે દર્શાવશો ?

Follow us on

ઘરમાં બીજા બાળકનું આગમન થવાનું હોય, ત્યારે માતા તો પોતાની રીતે, એના સ્વાગતની તૈયારી કરતી જ હોય છે, પણ તેના લીધે પહેલા સંતાનના મનમાં ચિંતા ઉતપન્ન ન થવી જોઈએ. અત્યાર સુધી પોતે જ ઘરમાં લાડકોડ અને બધું જ મહત્વ એને મળ્યા છે. પણ ઘરમાં નાના ભાઈ કે બહેન આવે ત્યારે તેમાં ભાગ પડશે. કોઈપણ બાળક ભલે ગમે તેટલા ઉદાર મન અને મળતાવડા સ્વભાવનું કેમ ન હોય પણ માતાપિતાના સ્નેહમાં ભાગલા પડે તે એને ગમતું નથી. આથી મોટા સંતાનને માનસિક રીતે તૈયાર કરવું પણ એટલું જ જરૂરી છે.

સૌ પ્રથમ શું કરશો ?
જ્યારે તમને ખ્યાલ આવે કે ઘરમાં બીજું બાળક આવવાનું છે ત્યારથી જ મોટા સંતાનને એ માનસિક રીતે તૈયાર કરો. બીજા સંતાનના જન્મ બાદ સ્વાભાવિક રીતે નાના બાળક પર વધારે ધ્યાન આપવામાં આવે છે. અને મોટા સંતાનને ન ગમે તે સ્વાભાવિક છે. બાળકને હોસ્પિટલ જવા અંગે જણાવો અને સમજાવો કે નાનું બેબી રડશે તો એને છાના રાખવાની જવાબદારી એની છે. એટલે બાળક મોટો થયો હોવાની જવાબદારી સમજશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

બાળકની લાગણી જાણો.
મોટા સંતાનના મનમાં શું છે તે જાણવું પણ જરૂરી છે. એ નાના સંતાન માટે શું વિચારે છે. તેને પૂછો કે નાનું બાળક આવશે ત્યારે તું શું કરીશ ? એને તારી સાથે રમાડીશ ? ચોકલેટ આપીશ ? જો એ નેગેટિવ ફીલિંગ ધરાવતું હોય તો તેને બદલવાનો પ્રયત્ન કરો.

વર્તતા શીખવો :
માતાની પહેલી જવાબદારી છે કે એના મોટા સંતાનમાં રહેલ તમામ ભ્રમ દૂર કરીને તેને નવી વાતો શીખવે. જેમ કે એને તેના નાના ભાઈ કે બહેન સાથે કેવી રીતે રહેવાનું છે. કઇ રીતે તે એની સાથે રમી શકે છે ? એ પોતાના નાના ભાઈ કે બહેનને ભણાવી શકે છે. એને અનુભૂતિ કરાવો કે નાના બાળકના આવવાથી તેના સ્નેહ કે લાડમાં જરાય ઘટાડો નહિ થશે પણ એને વધારે મહત્વ મળશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:29 am, Wed, 30 September 20

Next Article