આત્મનિર્ભર બની ગૃહિણીઓ, સુરતના વ્યક્તિએ સ્વાદિષ્ટ જમવાનું બનાવતી ગૃહિણીઓ માટે બનાવ્યું ઓનલાઈન પ્લેટફોર્મ

|

Aug 07, 2020 | 2:18 PM

કોરોનામાં અનેક લોકોએ નોકરી ગુમાવી તો કેટલાકના ધંધા મંદ પડ્યા. જો કે સુરત માટે કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. અહીના લોકો ખાવાના અને ખવડાવવાના શોખીન હોવાનું મનાય છે, ત્યારે સુરતીઓની આ જ ખાસિયતને સુરતના એક વ્યક્તિએ ઓનલાઈન પ્લેટફોર્મ આપ્યું. જેમાં ગૃહિણીઓને ઘર બેઠા કામ મળી રહે તે બાબત પર ભાર મુક્યો. લોકડાઉનમાં […]

આત્મનિર્ભર બની ગૃહિણીઓ, સુરતના વ્યક્તિએ સ્વાદિષ્ટ જમવાનું બનાવતી ગૃહિણીઓ માટે બનાવ્યું ઓનલાઈન પ્લેટફોર્મ

Follow us on

કોરોનામાં અનેક લોકોએ નોકરી ગુમાવી તો કેટલાકના ધંધા મંદ પડ્યા. જો કે સુરત માટે કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. અહીના લોકો ખાવાના અને ખવડાવવાના શોખીન હોવાનું મનાય છે, ત્યારે સુરતીઓની આ જ ખાસિયતને સુરતના એક વ્યક્તિએ ઓનલાઈન પ્લેટફોર્મ આપ્યું. જેમાં ગૃહિણીઓને ઘર બેઠા કામ મળી રહે તે બાબત પર ભાર મુક્યો. લોકડાઉનમાં સુરતમાં રહેતા સત્યેન નાયકને વિચાર આવ્યો ગૃહિણીઓના હાથે બનાવેલી સ્વાદિષ્ટ રસોઈને ઓનલાઈન પ્લેટફોર્મ આપવાનો. જે માટે તેમણે શરૂ કર્યું છે કિચન GJ-05. આ પ્લેટફોર્મ પર સુરતના અલગ અલગ વિસ્તારમાંથી બહેનો જોડાઈ શકે છે. ગૃહિણીઓની ઘરે બનાવેલી સ્પેશ્યલ આઇટમને આ મેનુમાં ઉમેરવામાં આવી છે, તેની સ્વાદ પ્રમાણે એક કિંમત નક્કી કરીને આ મેનુ લોકો સામે મુકવામાં આવ્યું. જેથી લોકો ઘરે બેઠા ઓર્ડર કરીને આ વાનગીઓનો સ્વાદ માણી શકે.

આ પણ વાંચો: કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ઓગસ્ટમાં ઉજવાતા તમામ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article