ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 28 અઠવાડિયાના ભ્રૂણના ગર્ભપાતની આપી મંજૂરી

કોટે ગર્ભપાતની મંજૂરી આપતા મહત્વના અવલોકન કર્યા હતા. પીડિતાએ ઓપરેશન માટેની હોસ્પિટલમાં જરૂરી બાંહેધરી આપવી પડશે. ગર્ભપાતના સમયે જો બાળક જીવિત નીકળે તો તેની આગળની તમામ જવાબદારી હોસ્પિટલ અને સરકાર ઉઠાવશે. જો બાળક જીવિત નીકળે તો તેના આગળના ભરણ પોષણની તમામ જવાબદારીઓ સરકારી એજન્સીઓની રહેશે.

ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 28 અઠવાડિયાના ભ્રૂણના ગર્ભપાતની આપી મંજૂરી
Gujarat High court
| Edited By: | Updated on: Nov 24, 2023 | 7:22 PM

ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં ગર્ભપાત મુદ્દે સૌથી મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. હાઇકોર્ટે 28 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપી છે. 16 વર્ષીય દુષ્કર્મ પીડિત સગીરાએ ગર્ભપાત માટે અરજી કરી હતી. જેને લઈને ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.

કોટે ગર્ભપાતની મંજૂરી આપતા મહત્વના અવલોકન કર્યા હતા. પીડિતાએ ઓપરેશન માટેની હોસ્પિટલમાં જરૂરી બાંહેધરી આપવી પડશે. ગર્ભપાતના સમયે જો બાળક જીવિત નીકળે તો તેની આગળની તમામ જવાબદારી હોસ્પિટલ અને સરકાર ઉઠાવશે. જો બાળક જીવિત નીકળે તો તેના આગળના ભરણ પોષણની તમામ જવાબદારીઓ સરકારી એજન્સીઓની રહેશે.

આ પણ વાંચો AMCની સામાન્ય સભામાં થયો હોબાળો, કમિટીમાં વિપક્ષને સ્થાન ન અપાતા વિરોધ

આ ચુકાદા બાદ હવે ભાવનગર સિવિલ હોસ્પિટલ અધિક્ષક આગળની કાર્યવાહી કરશે તેમજ ઓપરેશન માટે મેડિકલ ટીમની રચના કરવામાં આવશે. ત્યાર બાદ આ ટીમ પીડિત સાથે વાતચીત કર્યા બાદ તાત્કાલિક ધોરણે સર્જિકલ પ્રક્રિયા હાથ ધરવાની કામગીરી કરશે.

આ ચુકાદો અમદાવાદની એક 16 વર્ષીય અનાથ સગીરાના 28 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે આપવામાં આવ્યો હતો. અનાથ સગીરાના ગર્ભપાત માટે એડવોકેટ રાહીલ જૈન દ્વારા અરજી કરવામાં આવી હતી. આ અરજી જજ વિમલ વ્યાસની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત હાઈકોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો હતો. બીજી બાજું આ કેસ મામલે આરોપી સામે પાલીતાણા ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ નોંધવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:55 pm, Fri, 24 November 23