હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કામાં ઓનલાઈન 27 પરીક્ષાનો પ્રારંભ,2293 પરીક્ષાર્થીઓનું રજીસ્ટ્રેશન,વિદ્યાર્થીઓ ઘરે બેસીને જ પરીક્ષા આપી રહ્યા છે

|

Jul 27, 2020 | 7:27 AM

કોરોના કાળમાં રાજ્યમાં પ્રથમવાર ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થયો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કામાં યોજાનારી 27 પરીક્ષાઓમાં ઓનલાઈન પરીક્ષા કેવી રીતે આપવી તે માટેનું વિદ્યાર્થીઓને અગાઉથી જ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટીની વેબસાઈટ પર માર્ગદર્શિકા મૂકવામાં આવી હતી. કુલ 2293 પરીક્ષાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલું છે જે વિદ્યાર્થીઓ ઘરે બેસીને જ પરીક્ષા આપી […]

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કામાં ઓનલાઈન 27 પરીક્ષાનો પ્રારંભ,2293 પરીક્ષાર્થીઓનું રજીસ્ટ્રેશન,વિદ્યાર્થીઓ ઘરે બેસીને જ પરીક્ષા આપી રહ્યા છે
http://tv9gujarati.in/hemchandracharya…-che-vidhayrthio/

Follow us on

કોરોના કાળમાં રાજ્યમાં પ્રથમવાર ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થયો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કામાં યોજાનારી 27 પરીક્ષાઓમાં ઓનલાઈન પરીક્ષા કેવી રીતે આપવી તે માટેનું વિદ્યાર્થીઓને અગાઉથી જ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટીની વેબસાઈટ પર માર્ગદર્શિકા મૂકવામાં આવી હતી. કુલ 2293 પરીક્ષાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલું છે જે વિદ્યાર્થીઓ ઘરે બેસીને જ પરીક્ષા આપી રહ્યા છે. ઓનલાઈન પરીક્ષા દરમિયાન કોઈ પુસ્તક કે કાગળ સાથે રાખવાની મનાઈ છે. પરીક્ષા ચાલુ થયા પછી પરીક્ષાર્થી પોતોના મોબાઈલ કે કોમ્પ્યુટરમાં બીજી કોઈ એપ્લિકેશન કે વિન્ડો ખોલી શકશે નહીં. બે કે તેથી વધુ વખત પરીક્ષાર્થી દ્વારા આવા પ્રયત્ન કરાશે તો તે પરીક્ષાર્થીની પરીક્ષાનો સમય આપમેળે પૂરો થઈ જશે. ઓનલાઈન પરીક્ષામાં દર મિનિટે પરીક્ષાર્થીનો ફોટો પણ લેવામાં આવી રહ્યો છે.

Next Article