આજે રાજ્યના આ વિસ્તારોમાં પડી શકે છે અતિભારે વરસાદ, જાણો હવામાન વિભાગની શું છે આગાહી

|

Dec 01, 2021 | 10:11 AM

Gujarat Weather: હવામાન વિભાગે કેટલાક દિવસ સુધી માવઠાની આગાહી કરી છે.1 ડિસેમ્બર એટલે કે આજે સુર, નવસારી, વલસાડ અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી છે.

Gujarat Weather: હવામાન (Weather forecast) વિભાગે રાજ્યમાં ફરી એકવાર માવઠું (Unseasonal Rain) થવાની આગાહી વ્યક્ત કરી છે. જેની અસર 1 ડિસેમ્બરની સવારથી જ જોવા મળી રહી છે. તો કમોસમી વરસાદ (Rain) અંગે હવામાન વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેકટરને એલર્ટ અપાયુ છે. અમરેલી અને નવસારીમાં કેટલાક સ્થાનોએ કમોસમી વરસાદ પડ્યો છે.  2 ડિસેમ્બર સુધી માવઠાનું સંકટ રહેશે.

લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટરબન્સની અસરના કારણે માવઠાની આગાહી કરવામાં આવી છે. તો 40 થી 60 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે. તેમજ ખેડૂતો માટે પાક અંગે હવામાન વિભાગ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામા આવી છે. પાકને સુરક્ષિત જગ્યા પર રાખવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યના દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત રિજયનમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

આગાહી પ્રમાણે 1 ડિસેમ્બર એટલે કે આજે સુર, નવસારી, વલસાડ અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી છે. તો હવામાન વિભાગે આજે જ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ, વડોદરા, ભરૂચ અને તાપીના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

તો 2 જી ડિસેમ્બરે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુર વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. તો અન્ય વિસ્તારોમાં માધ્યમ વરસાદ અને ઝાપટા નોંધાઈ શકે છે.

 

આ પણ વાંચો: અમદાવાદ સિવિલમાંથી ભાગી ગયેલા GST સ્કેમના આરોપી નીરજ આર્યાની અટકાયત, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો: UP Elcection: ચૂંટણી પહેલા PM મોદી યુપીના વિવિધ વિસ્તારોની ડિસેમ્બરમાં લેશે મુલાકાત, જનતાને ભેંટ કરશે કેટલીય યોજનાઓ

Published On - 7:32 am, Wed, 1 December 21

Next Video