વાપીમાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતી સર્જાઈ, સોસાયટીઓમાં ભરાયા પાણી, જુઓ VIDEO

વાપીમાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અહી આવેલી બીલખાડી ઓવરફ્લો થતા આસપાસના રહેણાક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો   વાપીના છરવાડા […]

વાપીમાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતી સર્જાઈ, સોસાયટીઓમાં ભરાયા પાણી, જુઓ VIDEO
| Updated on: Jul 07, 2019 | 3:59 AM

વાપીમાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અહી આવેલી બીલખાડી ઓવરફ્લો થતા આસપાસના રહેણાક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વાપીના છરવાડા રોડની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે આનંદનગરમાં જલારામ મંદિર અને આસપાસના વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે. લોકોને ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને પગલે પાલિકાની પોલ ખુલી ગઈ છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

[yop_poll id=”1″]