VIDEO: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આગામી ત્રણ દિવસમાં કેટલાક ભાગોમાં પડી શકે છે ધોધમાર વરસાદ

|

Jul 25, 2020 | 5:03 AM

રાજ્યના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ એટલે કે 25, 26 અને 27મી જુલાઇએ સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો ભરૂચ, સુરત, નવસારી, દમણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આ તરફ સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, […]

VIDEO: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આગામી ત્રણ દિવસમાં કેટલાક ભાગોમાં પડી શકે છે ધોધમાર વરસાદ

Follow us on

રાજ્યના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ એટલે કે 25, 26 અને 27મી જુલાઇએ સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો ભરૂચ, સુરત, નવસારી, દમણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આ તરફ સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ સહિતના પંથકોમાં ભારે વરસાદ વરસી શકે છે. ત્યારે ભારેની આગાહી વચ્ચે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચૂસનાઓ આપી છે.

આ પણ વાંચો: VIDEO: ભારત સહિત વિશ્વભરમાં કોરોનાનો કેર યથાવત, દેશમાં 24 કલાકમાં 49 હજાર નવા કેસ નોંધાયા

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

તો આ તરફ સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેને લઇને અહીં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. તો સાવરકુંડલામાં પણ 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢમાં પણ પોણા ચાર ઇંચ વરસાદ, જ્યારે વલસાડમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મહત્વપૂર્ણ છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમકેદાર એન્ટ્રી કરી છે. જોકે અમદાવાદ સહિતનો ઉત્તર ગુજરાતના શહેરોમાં મેઘરાજાએ હાથતાળી આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:31 am, Sat, 25 July 20

Next Article