આ તારીખે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

|

Jun 20, 2019 | 9:49 AM

વાયુ વાવાઝોડાની અસર ગુજરાતમાં થઈ છે અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આગામી સપ્તાહમાં વરસાદ પડી શકે છે. વાયુના લીધે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર થઈ છે અને આ બાદ ફરીથી વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી […]

આ તારીખે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
પ્રતિકાત્મક તસવીર

Follow us on

વાયુ વાવાઝોડાની અસર ગુજરાતમાં થઈ છે અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આગામી સપ્તાહમાં વરસાદ પડી શકે છે. વાયુના લીધે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર થઈ છે અને આ બાદ ફરીથી વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

પ્રતિકાત્મક તસવીર

આ પણ વાંચો:  બોટાદના જાળીલા ગામમાં ઉપ સરપંચની હત્યા બાદ દલિત આગેવાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકારને ગણાવી જવાબદાર, જુઓ VIDEO

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વલસાડ, નવસારી અને ડાંગમા ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરીએ તો ગીર સોમનાથમાં ફરીથી મેઘમહેર થશે. આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે આગાહી આપી છે અને તેમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, વલસાડ, નવસારી, ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કચ્છમાં વાયુ વાવાઝોડાના લીધે ભારે પવન સાથે વરસાદ પડવાની આશંકા હતી પણ હવામાન વિભાગની આગાહીને જોઈએ તો 25 જુન સુધી વરસાદ પડવાની કોઈ જ શક્યતાઓ જણાઈ રહી નથી. 22 જૂનના રોજ રાજ્યભરમાં વરસાદ પડી શકે છે અને વરસાદને લઈને 24 જૂનના રોજ પણ આગાહી આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચોમાસું મહારાષ્ટ્રમાં તો દાખલ થઈ રહ્યું છે જ્યારે ગુજરાતના ઘણાં એવા વિસ્તારો છે જ્યાં વરસાદનું જોઈએ તેવું આગમન થયું નથી કે જેના લીધે વાવણી કરી શકાય. વાવાઝોડાના લીધે વરસાદમાં પણ વિલંબ થઈ રહ્યો છે. આગામી સપ્તાહમાં સમગ્ર ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ શકે છે. 22થી લઈને 24 જૂનના સમયગાળામાં ગુજરાતમાં વરસાદની પધરામણી થશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article