સોનાની દ્વારકા દરિયામાં ડૂબી, આજની દ્વારકા વરસાદી પાણીમાં ડૂબી

|

Jul 09, 2020 | 11:39 AM

કહેવાય છે કે સોનાની દ્વારકા તો દરિયામાં ગરકાવ થઈ ગઈ છે. પરંતુ આજનુ દ્વારકા દરિયાકાંઠે હોવા છતા, વરસાદી પાણીમાં ડૂબ્યું છે. વરસાદે વિરામ લીધાને કલાકો વિત્યા હોવા છતા દ્વારકામાંથી વરસાદી પાણી ઓસર્યું નથી…મંગળવારે 11 ઈંચ જેટલો અતિભારે વરસાદ પડ્યો હતો. દ્વારકાના પ્રવેશદ્વાર સમા વિસ્તારથી બે કિલોમીટર સુધીના પટ્ટામાં બે ફુટ પાણી ભરાઈ ગયુ છે. દ્વારકાના […]

સોનાની દ્વારકા દરિયામાં ડૂબી, આજની દ્વારકા વરસાદી પાણીમાં ડૂબી

Follow us on

કહેવાય છે કે સોનાની દ્વારકા તો દરિયામાં ગરકાવ થઈ ગઈ છે. પરંતુ આજનુ દ્વારકા દરિયાકાંઠે હોવા છતા, વરસાદી પાણીમાં ડૂબ્યું છે. વરસાદે વિરામ લીધાને કલાકો વિત્યા હોવા છતા દ્વારકામાંથી વરસાદી પાણી ઓસર્યું નથી…મંગળવારે 11 ઈંચ જેટલો અતિભારે વરસાદ પડ્યો હતો. દ્વારકાના પ્રવેશદ્વાર સમા વિસ્તારથી બે કિલોમીટર સુધીના પટ્ટામાં બે ફુટ પાણી ભરાઈ ગયુ છે. દ્વારકાના 60 ટકા વિસ્તારમાં વિજળી નથી. જેના કારણે છેલ્લા બે દિવસથી ખાનગી બેંક, પોસ્ટ ઓફિસ, મુખ્ય બજારની દુકાનો, હોટલ વગેરે વરસાદી પાણી ભરાવા અને વિજળીના અભાવે બંધ છે. નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા કરાઈ નથી. જુઓ વિડીયો.

Next Article