વરસાદી પાણીની આવકથી ન્યારી-2 છલોછલ, બે દરવાજા ખોલાયા, આજી-3 ઓવરફ્લો થતા નીચાણવાળા ગામને સાવચેત કરાયા

|

Jul 06, 2020 | 1:26 PM

રાજકોટ અને આજુબાજુમાં પડેલા સાર્વત્રિક વરસાદને પગલે, રાજકોટ-જામનગર રોડ પર આવેલ ન્યારી -2 જળાશયના બે દરવાજા ખોલવા પડ્યાં છે. ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી ન્યારી ડેમમાં આવતા સિંચાઈ વિભાગને, ન્યારી ડેમના બે દરવાજા ખોલીને વધારાનું પાણી છોડવાની ફરજ પડી છે. સામાન્ય રીતે ન્યારી ડેમમાંથી જામનગર તરફના ગ્રામ્ય વિસ્તારોમાં સિચાઈનું પાણી પુરુ પાડવામાં આવે છે. હજુ તો […]

વરસાદી પાણીની આવકથી ન્યારી-2 છલોછલ, બે દરવાજા ખોલાયા, આજી-3 ઓવરફ્લો થતા નીચાણવાળા ગામને સાવચેત કરાયા

Follow us on

રાજકોટ અને આજુબાજુમાં પડેલા સાર્વત્રિક વરસાદને પગલે, રાજકોટ-જામનગર રોડ પર આવેલ ન્યારી -2 જળાશયના બે દરવાજા ખોલવા પડ્યાં છે. ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી ન્યારી ડેમમાં આવતા સિંચાઈ વિભાગને, ન્યારી ડેમના બે દરવાજા ખોલીને વધારાનું પાણી છોડવાની ફરજ પડી છે. સામાન્ય રીતે ન્યારી ડેમમાંથી જામનગર તરફના ગ્રામ્ય વિસ્તારોમાં સિચાઈનું પાણી પુરુ પાડવામાં આવે છે. હજુ તો ચોમાસાના પ્રારંભે જ ન્યારી ડેમ ભરાઈ જતા બે દરવાજા ખોલીને પાણી છોડવુ પડ્યું છે. તો રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમમાં પણ પાણીની મોટી આવક થવા પામી છે. આજી-3 ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે. જુઓ વિડીયો.

Next Article