રાજકોટમાં બપોરે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

|

Jul 30, 2020 | 10:07 AM

સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે કરેલીની આગાહી વચ્ચે રાજકોટમાં બપોરે ભારે વરસાદ વરસ્યો. ભારે વરસાદ વરસવાના કારણે રાજકોટના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આજે સવારથી જ રાજકોટમાં વાદળછાયુ વાતાવરણ રહ્યું હતુ. બપોર થતા સુધીમાં વાદળો વરસી પડ્યા હતા. રેસકોર્ષ રિંગ રોડ ઉપર ભરબપોરે કાળા ડિબાંગ વાદળોથી અંધારુ થઈ જવા પામ્યુ હતું. યાજ્ઞિક […]

રાજકોટમાં બપોરે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Follow us on

સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે કરેલીની આગાહી વચ્ચે રાજકોટમાં બપોરે ભારે વરસાદ વરસ્યો. ભારે વરસાદ વરસવાના કારણે રાજકોટના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આજે સવારથી જ રાજકોટમાં વાદળછાયુ વાતાવરણ રહ્યું હતુ. બપોર થતા સુધીમાં વાદળો વરસી પડ્યા હતા. રેસકોર્ષ રિંગ રોડ ઉપર ભરબપોરે કાળા ડિબાંગ વાદળોથી અંધારુ થઈ જવા પામ્યુ હતું. યાજ્ઞિક રોડ, ત્રિકોણબાગ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. સામાન્ય દિવસોમાં રાજકોટમાં બપોરના સમયે બહુ વાહનવ્યવહાર હોતો નથી. ત્યારે બપોરના સમયે વરસેલા વરસાદથી વાહનવ્યવહાર કે જનજીવનને બહુ અસર થવા પામી નથી. જો કે વરસેલા વરસાદથી બફારો દુર થઈને ઠંડક પ્રસરવા પામી છે.

Next Article