Bharuch: પાણીના વહેણમાં તણાતું બાઈક બચાવવા મથી રહેલા 2 યુવાનોના દિલધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ

|

Sep 23, 2021 | 4:48 PM

ભરૂચમાં (Bharuch) પણ ભારે વરસાદ જોવા મળ્યો. વરસાદના કારણે પાણી ભરાયા અને પાણી વધતા વાહન તણાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

Bharuch: ગુજરાત (Gujarat ) ના અનેક જિલ્લાઓમાં આજે સવારથી મેઘમહેર (Heavy Rain) વરસી રહી છે. ખાસ કરીને વલસાડના કપરાડા, જામનગરના જોડિયા, નવસારી, સુરત અને કચ્છના રાપર પંથક સારો એવો વરસાદ નોંધાયો છે. ત્યારે ભરૂચમાં (Bharuch) પણ ભારે વરસાદ જોવા મળ્યો. વરસાદના કારણે પાણી ભરાયા અને પાણી વધતા વાહન તણાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

ભરૂચ શહેરમાં ભારે વરસાદને કારણે ફુરજા વિસ્તારમાં પાણી ભરાયા હોવાની માહિતી સામે આવી છે. સાથે જ આ વિસ્તારમાં ભરાયેલા પાણીના વહેણમાં બાઇક પણ તણાયાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. કેમેરામાં કેદ થયેલી તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે બાઇક બચાવવા યુવાન જહેમત કરી રહ્યો છે.

જો કે હાલમાં વરસાદે વિરામ મુક્યો છે. અને વરસાદ ધીમો થતા પાણી ઓસર્યા છે. પરંતુ એકથી દોઢ કલાક સતત વરસાદ પડતા ભરૂચના નીચાણવાલા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં વાહન તણાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

બીજી તરફ દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારો અસરગ્રસ્ત જોવા મળ્યા. સુરત શહેર અને ગ્રામ્યમાં મેઘમેહર યથાવત રહી છે. સુરત જિલ્લાના પલસાણા પંથકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. મોડી રાત્રીથી શરૂ થયેલા વરસાદે સુરત શહેરને પાણીથી તરબોળ કર્યું છે. જિલ્લાના લસકાણા, કામરેજ, પલસાણા અને કડોદરા સહિતના પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદને કારણે સુરત-કડોદરા રાજ્ય ધોરીમાર્ગ ઉપર પાણી ભરાયા છે. અને, નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. અહીં નોંધનીય છેકે સુરતમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: GUJARAT : હાલ આ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ, વાંચો કયાં-કેટલા ઇંચ ખાબકયો વરસાદ ?

આ પણ વાંચો: ભૂપેન્દ્ર સરકારમાં MLA નિમિષા સુથારને આદિજાતિ મંત્રી બનાવતા આદિવાસી સમાજે કર્યો વિરોધ, જાણો શું છે સમગ્ર મામલો

Next Video