હવે કદાચ હોસ્પિટલમાં દાખલ થવું પડે તો પહેલા ચેક કરજો હોસ્પિટલનું NOC,અમદાવાદમાં કુલ 2100 હોસ્પિટલો છે જેમાંથી માત્ર 91 હોસ્પિટલોએ જ ફાયર વિભાગનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લીધા હોવાનો ખુલાસો

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. ફાયર વિભાગે યુદ્ધના ધોરણે તમામ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી બાબતે ચેકિંગ હાથ ધર્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ સહિત ગાંધીનગર અને ભાવનગરમાં ફાયર વિભાગની ટીમે હોસ્પિટલમાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. રાજ્યભરમાં વાંધાજનક હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી હતી તો કેટલીક હોસ્પિટલોમાં જરૂરી માર્ગદર્શન ફાયર વિભાગ દ્વારા પણ […]

હવે કદાચ હોસ્પિટલમાં દાખલ થવું પડે તો પહેલા ચેક કરજો હોસ્પિટલનું NOC,અમદાવાદમાં કુલ 2100 હોસ્પિટલો છે જેમાંથી માત્ર 91 હોસ્પિટલોએ જ ફાયર વિભાગનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લીધા હોવાનો ખુલાસો
http://tv9gujarati.in/have-kadach-hosp…tal-pase-che-noc/
| Updated on: Aug 06, 2020 | 2:16 PM

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. ફાયર વિભાગે યુદ્ધના ધોરણે તમામ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી બાબતે ચેકિંગ હાથ ધર્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ સહિત ગાંધીનગર અને ભાવનગરમાં ફાયર વિભાગની ટીમે હોસ્પિટલમાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. રાજ્યભરમાં વાંધાજનક હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી હતી તો કેટલીક હોસ્પિટલોમાં જરૂરી માર્ગદર્શન ફાયર વિભાગ દ્વારા પણ આપવામાં આવ્યું હતું. હવે પછી જો તમારે ન કરે નારાયણને હોસ્પિટલમાં દાખલ થવું પડે તો પહેલા એ ચેક કરવું પડશે કે હોસ્પિટલે ફાયરનું NOC એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લીધું છે કે નહીં ? કેમકે તમને જાણીને આઘાત લાગશે કે અમદાવાદમાં કુલ 2100 હોસ્પિટલો છે જેમાંથી માત્ર 91 હોસ્પિટલોએ જ ફાયર વિભાગનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લીધું છે બાકીની તમામ હોસ્પિટલો જીવતા બોમ્બની જેમ ચાલી રહી છે.