Amreli: બાબરામાં દશેરાની કુતૂહલ જગાવે તેવી ઉજવણી, બજારમાં રામ-રાવણ વચ્ચે ભિષણ યુદ્ધ!

|

Oct 15, 2021 | 1:37 PM

અમરેલી જીલ્લાના બાબરામાં અનોખી રીતે દશેરાની ઉજવણી તઃયેલી જોવા મળી.બજારમાં રામ-રાવણ વચ્ચે ભિષણ યુદ્ધ થતુ હોય તે રીતે લોકોએ ઉજવણી કરી.

રાજ્યમાં અને દેશમાં અલગ અલગ વિસ્તારોમાં નોખી નોખી રીતે તેહાવારોની ઉજવણી કરવામાં આવે છે. આવી જ ઉજવણી બાબરામાં જોવા મળી. અમરેલી જીલ્લાના બાબરામાં દશેરાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.  બાબરા શહેરની બજારમાં રામ-રાવણ વચ્ચે ભિષણ યુદ્ધ થતુ હોય તે રીતે લોકોએ ઉજવણી કરી. દશેરાની પર્વે સ્થાનિકો હનુમાનજી, લક્ષ્મણજી અને દાનવ સેનાના હાથે માર ખાઈને ઉજવણી કરતા જોવા મળ્યા. જેમાં વાસથી બનાવેલા શસ્ત્ર અને ગદા વડે માર ખાઈ ઉજવણી કરી. વિડીયોમાં જોવા મળતા દ્રશ્યો ખુબ રોમાંચક છે. અનોખી રીત અને પરંપરાના દર્શન આ વિડીયોમાં થઇ રહ્યા છે. જો કે આ મારથી બચવા બજારોમાં દોડધામનો માહોલ સર્જાતા લોકોમાં કૂતુહલ પણ જોવા મળ્યો છે.

દશેરાની આવી ઉજવણીએ લોકોમાં કુતૂહલ જન્માવ્યું હતું. બાબરાની બજારમાં રામ-રાવણ વચ્ચે ભિષણ યુદ્ધ જોવા મળ્યું. દશેરાની આ અનોખી રીતે ઉજવણીમાં લોકોએ પણ ભાગ લીધો હતો. વિડીયોમાં જોવા મળે છે એમ રામ-રાવણની સેના સામ-સામે યુદ્ધના મેદાને આવી ગઈ હતી. વાસથી બનાવેલા શસ્ત્રો વડે માર મારી ઉજવણી કરવામાં આવી હતી. મારથી બચવા બજારોમાં દોડધામનો માહોલ સર્જાયો હતો.

 

આ પણ વાંચો: Ahmedabad : દશેરાના શુભ દિવસે નવા વાહનોની ખરીદી કરવા ઉમટી પડ્યા લોકો, કોરોના પહેલા જેવી સ્થિતિ જોવા મળી

આ પણ વાંચો: Rajkot: નાની બાળકી અને પોલીસની રકઝકનો વિડીયો આવ્યો સામે, સામાન્ય જનતા પર દાદાગીરી, પૂર્વ મેયર સામે ચુપ!

Published On - 1:19 pm, Fri, 15 October 21

Next Video