VIDEO: યુવકના એકતરફી પાગલ પ્રેમના કારણે હેરાન યુવતી આપઘાત કરવા મજબૂર, CCTV જોઈને હચમચી જશો

|

Aug 09, 2019 | 5:50 PM

ગુજરાતમાં આમ તો એવું કહેવાય છે કે યુવતી અડધી રાત્રે પણ કોઇ ભય વિના હરી ફરી શકે છે. પરંતુ ચાંદલોડિયાની એક યુવતીને પરેશાન કરતાં એક યુવકના કારણે આપઘાત કરવાનો વારો આવ્યો. જો કે સદનસીબે યુવતી બચી ગઇ છે. ઘટનાના સીસીટીવી જોઇને તમને કંપારી છુટી જશે. યુવતીએ પાંચમાં માળેથી ઝંપલાવ્યું. ઘટના એવી છે કે ચાંદલોડિયામાં રહેતી […]

VIDEO: યુવકના એકતરફી પાગલ પ્રેમના કારણે હેરાન યુવતી આપઘાત કરવા મજબૂર, CCTV જોઈને હચમચી જશો

Follow us on

ગુજરાતમાં આમ તો એવું કહેવાય છે કે યુવતી અડધી રાત્રે પણ કોઇ ભય વિના હરી ફરી શકે છે. પરંતુ ચાંદલોડિયાની એક યુવતીને પરેશાન કરતાં એક યુવકના કારણે આપઘાત કરવાનો વારો આવ્યો. જો કે સદનસીબે યુવતી બચી ગઇ છે. ઘટનાના સીસીટીવી જોઇને તમને કંપારી છુટી જશે. યુવતીએ પાંચમાં માળેથી ઝંપલાવ્યું. ઘટના એવી છે કે ચાંદલોડિયામાં રહેતી યુવતીને ઘર પાસે રહેતા એક શખ્સે લગ્ન કરવા દબાણ કર્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

આ પણ વાંચોઃ દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલવામાં આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

યુવતીની અન્ય સગાઇ થઈ હતી તે પણ તોડાવી નાંખી અને લગ્ન ન કરે તો ગેંગરેપ કરી, પરિવારજનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી. યુવતીએ 30 જુલાઇએ બપોરે 1 વાગ્યે પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

એક તરફી પ્રેમમાં પાગલ આરોપી કનુ સિંગાડિયાની હરકતના કારણે યુવતીએ આપઘાત કરવા સુધી પગલું ભરવું પડ્યું. છતાં પણ પોલીસ હાથ પર હાથ ધરી બેસી રહે છે. યુવતીના ભાઇનો આક્ષેપ છે કે સિવિલમાં સારવાર માટે લઇ ગયા ત્યાં સોલા પોલીસ આવી હતી અને કાગળમાં સહી કરાવી. છતાં ડાઇંગ ડિકલેરેશન નથી લીધું અને પોલીસે લઇ લીધું છે તેમ કહી પોલીસ જતી રહી છે, કોઇ માહિતી પોલીસ આપતી નથી તેવો પીડિતના ભાઇએ આક્ષેપ કર્યો છે. સોલા પોલીસે કાર્યવાહી ન કરતાં પીડિત પરિવારે મુખ્યપ્રધાન અને કમિશનર ઓફિસે રજૂઆત કરતાં સોલા પોલીસે ફરિયાદ લીધી.

[yop_poll id=”1″]

Next Article