Gujaratના જાણીતા કવિ અને ગઝલકાર ખલીલ ધનતેજવીએ દુનિયાને કરી અલવિદા

|

Apr 04, 2021 | 1:29 PM

Gujaratના જાણીતા કવિ, ગઝલકાર અને સાહિત્યકાર ખલીલ ધનતેજવીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાના કારણે 86 વર્ષની વયે તેમનું નિધન થયું છે. જોકે, સાહિત્યમાં તેમનું યોગદાન ક્યારેય ભુલાય એવું નથી

Gujaratના જાણીતા કવિ, ગઝલકાર અને સાહિત્યકાર ખલીલ ધનતેજવીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાના કારણે 86 વર્ષની વયે તેમનું નિધન થયું છે. જોકે, સાહિત્યમાં તેમનું યોગદાન ક્યારેય ભુલાય એવું નથી.

ખલિલ ધનતેજવીનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં 12ડિસેમ્બર 1935 ના રોજ થયો હતો. ખલીલ ધનતેજવીનું મૂળ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી હતું. જોકે, પોતાના ગામ પ્રત્યેના અપાર પ્રેમને કારણે ખલીલે પોતાનું નામ બદલી નાખ્યુ. ખલિલ ધનતેજવીએ પોતાની અટકની જગ્યાએ પોતાના ગામનું નામ રાખી લીધું. ત્યાર બાદ તેઓ સાહિત્ય જગતમાં ખલીલ ધનતેજવીના નામથી ઓળખાતા થયાં. અને તેમની ગઝલ પણ એ જ નામે પ્રસિધ્ધ થવા સાથે લોકપ્રિય પણ થતી ગઈ.

ખલિલ ધનતેજવીએ 4 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. ખલીલ ધનતેજવી ગુજરાતી અને ઉર્દૂ ગલઝકાર હતા. ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા હતા. તેમને 2004માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમણે રચેલી અદભુત રચનાઓ હંમેશા તેમની યાદ અપાવતી રહેશે

 

ખલિલ ધનતેજવીએ લખેલ ગઝલ સંગ્રહ સાદગી, સારાંશ, સરોવર, મુખ્ય છે. તો  ખલિલ ધનતેજવીએ લખેલ નવલકથાઓઓમાં, ડો. રેખા, તરસ્યાં એકાંત, મીણની આંગળીએ સૂરજ ઊગ્યો,  લીલા પાંદડે પાનખર,  સન્નાટાની ચીસ, સાવ અધૂરા લોક, લીલોછમ તડકો મુખ્ય નામ છે.

 

Next Video