GUJARAT :આવતીકાલે 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે, નિરસ મતદાન પરિણામો બદલશે ?

|

Feb 22, 2021 | 12:45 PM

GUJARAT : 6 મહાનગરોમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ માત્ર 51.85 ટકા મતદાન થયું છે. જેમાં જામનગરમાંથી સૌથી વધુ સરેરાશ 53.64 ટકા જ્યારે અમદાવાદમાં સૌથી ઓછું 42.51 ટકા મતદાન નોંધાયું હતું.

GUJARAT : 6 મહાનગરોમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ માત્ર 51.85 ટકા મતદાન થયું છે. જેમાં જામનગરમાંથી સૌથી વધુ સરેરાશ 53.64 ટકા જ્યારે અમદાવાદમાં સૌથી ઓછું 42.51 ટકા મતદાન નોંધાયું હતું. કોરોના વાયરસ, ઉમેદવારો સામે અસંતોષ, અગાઉના શાસક પક્ષ દ્વારા થયેલી સાધારણ કામગીરી જેવા પરિબળો ગુજરાતના 6 મહાનગરોની ચૂંટણીમાં હાવી થઇ ગયા હોય તેવું ચિત્ર ઓછા મતદાનથી ઉપસી રહ્યું છે. બપોર બાદ મતદાન પ્રત્યે મતદારોમાં નિરસતા જોવા મળી.અને મતદાન કેન્દ્રો પર એકલ દોકલ મતદારો જ જોવા મળ્યા.નિરસ અને ઓછા મતદાને રાજકીય પક્ષોના ઉમેદવારોની ચિંતા વધારી છે. તો નિરસ મતદાનને પગલે રાજકીય સમીકરણો સાથે રાજકીય પંડીતોનું ગણીત પણ ખોટું પડી શકે છે. જોકે ઓછુ મતદાન કોને ફળશે અને કોને નડશે તે તો પરિણામો પરથી સ્પષ્ટ થશે. હાલ તો તમામ ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થયા છે. અને હવે આવતીકાલે 6 મનપાની મતગણતરી હાથ ધરાશે.

 

Published On - 12:45 pm, Mon, 22 February 21

Next Video