અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ, અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી: રાજ્યમાં ઠેર ઠેર પડ્યો વરસાદ

|

Dec 02, 2021 | 6:41 AM

રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી પ્રમાણે આજે પણ વરસાદ યથાવત રહેશે. તો અમદાવાદમાં મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો.

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ, અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી: રાજ્યમાં ઠેર ઠેર પડ્યો વરસાદ
Rain (File Image)

Follow us on

Gujarat Weather: રાજ્યમાં શિયાળાની ઠંડી વચ્ચે ચોમાસાનો (Unseasonal Rain) માહોલ સર્જાયો છે. ત્યારે હવામાન વિભાગે (Weather Forecast) આજે માવઠાને લઈ મોટી આગાહી કરી છે. રાજ્યમાં આજે પણ દિવસ સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે. કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે કેટલાક વિસ્તારમાં ભારે અને મધ્યમ વરસાદ પડશે. તો આવતીકાલે પણ વરસાદી માહોલ છવાયેલો રહે તેવી શક્યતા છે.

જણાવી દઈએ કે આ આગાહીના પગલે મોડી રાત્રે અમદાવાદમાં (Ahmedabad) વાવાઝોડાની અસર જોવા મળી હતી. મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી થયાના અહેવાલ પણ મળ્યા છે.

તો અરબી સમુદ્રમાં લોપ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં માવઠાનું સંકટ ઘેરાયું છે. જેને લઈને આગાહી છે કે રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે. ભારે વરસાદને પગલે માછીમારોને 3 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.. જ્યારે ખેડૂતોને નુક્સાન ન થાય તે રીતે પાકને સલામત સ્થળે રાખવા સૂચન કરાયું છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

તો બીજી તરફ સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. માવઠાના કારણે એક જ દિવસમાં ત્રણ ડિગ્રી તાપમાન ગગડ્યું. આ તરફ સુરતના બારડોલી અને મહુવા પંથકમાં પણ માવઠાના કારણે ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો. અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં માવઠું પડતા બે ઋતુનો અનુભવ થયો.

દીવમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદના કારણે એક ખલાસીનું દરિયામાં મોત થયું. તો અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ બેલ્ટ પર માવઠું પડ્યું. આ તરફ રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. રાજકોટ જિલ્લાના ઉપલેટાના માર્કેટ યાર્ડમાં વરસાદની આગાહીના પગલે જણસને વરસાદથી સાચવવા તાલપત્રી ઢાંકી ગોડાઉનમાં રાખવા સુચનો પણ અપાયા હતા.

તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા સહિત અરવલ્લી, દાહોદ, મહીસાગરનો સમાવેશ થાય છે. તો વડોદરા, આણંદ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક શહેરો જેવા કે, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો આજે રાજ્યના 4 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો: રાજ્ય સરકાર હવે દર મહિનાના પ્રથમ બુધવારે કરશે ‘વિકાસ ફ્લેગશીપ પ્રોજેકટ’ની સમીક્ષા બેઠક, CMએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસે ચોરીની 33 સાયક્લ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી

Published On - 6:41 am, Thu, 2 December 21

Next Article