Gujarat Vidhansabha Breaking: બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં કોરોનાની એન્ટ્રી, MP, MLA અને અધિકારીઓ સહિત 13 લોકો સંક્રમિત

|

Mar 20, 2021 | 11:55 AM

Gujarat Vidhansabha Breaking: ગુજરાતમાં કોરોના (Corona) સતત આંકડો વટાવી રહ્યું છે અને મોટાભાગનાં ક્ષેત્રમાં કોરોના પગ પેસારો કરી રહ્યો છે અને હવે તેમાં સુરક્ષિત મનાતી વિધાનસભા પણ બાકાત નથી રહી. મળતી માહિતિ પ્રમાણે ગાંધીનગર વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. 

Gujarat Vidhansabha Breaking: ગુજરાતમાં કોરોના (Corona) સતત આંકડો વટાવી રહ્યું છે અને મોટાભાગનાં ક્ષેત્રમાં કોરોના પગ પેસારો કરી રહ્યો છે અને હવે તેમાં સુરક્ષિત મનાતી વિધાનસભા પણ બાકાત નથી રહી. મળતી માહિતિ પ્રમાણે ગાંધીનગર વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં કોરોનાની એન્ટ્રી થઈ છે.  સત્ર દરમિયાન
પ્રધાન, ધારાસભ્ય અને અધિકારીઓ સહિત 13 લોકો સંક્રમિત થયા હોવાનો ખુલાસો થયો છે. પ્રધાન ઈશ્વર પટેલ, ધારાસભ્ય બાબુ જમના પટેલ, વડાદરાનાં ધારાસભ્ય શૈલેષ મહેતા સંક્રમિત તયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ પંચાયત વિભાગ, રેવન્યુ અને વન પર્યાવરણ વિભાગના અધિકારીઓને કોરોના થયો હોવાનું સામે આવ્યા બાદ સન્નાટો ફેલાઈ ગયો છે. મોટાભાગે કોરોનાનો ટેસ્ટ કરીને જ સંકુલમાં પ્રવેશ આપવામાં આવે છે અને આ વખતે તો ધારાસભ્યો માટે સોશ્યલ ડિસ્ટન્સીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી તે વચ્ચે હવે પ્રધાન અને ધારાસભ્ય કોરોના પોઝીટીવ તઈ રહ્યા હોવાની વિગતો ચોંકાવનારી છે. વિધાનસભા અધ્યક્ષ દ્વારા હવે આગામી સમયમાં કેવા પ્રકારના સૂચન કરવામાં આવે છે તે જેવાનું રહેશે.

 

જણાવવું રહ્યું કે રાજ્યમાં જે મહામારીનો રિવર્સ ગિયર પડ્યો હતો તે જ કોરોના હવે ટોપ ગિયરમાં ચાલી રહ્યો છે અને કોરોનાનો આંકડો દિવસે દિવસે નવા રેકોર્ડ તોડી રહ્યો છે. કૂદકેને ભૂસકે વધી રહેલા પોઝિટિવ કેસનો આંક હવે નાગરિકો સાથે તંત્રને પણ ડરાવી રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 1,415 કેસો નોંધાયા હતા જ્યારે 4 દર્દીઓના મોત નિપજ્યા હતા તો 24 કલાકમાં 948 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. જ્યારે સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 2 લાખ 73 હજાર 280ને પાર પહોંચી છે. જોકે દુર્ભાગ્યપૂર્ણ રીતે સાજા થવાનો દર ઘટીને 96.27 ટકાએ પહોંચ્યો છે જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા વધીને 6,147 પર પહોંચી છે અને વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 67 થઇ છે.મહાનગરોની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદમાં એક દર્દીના મોત સાથે નવા 344 કેસ નોંધાયા હતા તો સુરતમાં સૌથી વધુ 450 કેસ સાથે 1 દર્દીનું મોત થયું હતું. આ તરફ રાજકોટમાં પણ એક દર્દીના મોત સાથે નવા 132 કેસ નોંધાયા જ્યારે વડોદરામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 146 પર પહોંચી છે જ્યારે સુરેન્દ્રનગરમાં પણ એક દર્દીનું કોરોનાથી મોત નિપજ્યું છે.

Next Video