Gujarat Vidhansabha: 2 વર્ષમાં 11 હજાર પોલીસ ભરતી કરાઈ, રાજ્યમાં 71 IASની જગ્યા હજુ ખાલી, 4574 લાંચિયા સરકારી કર્મીઓ પર કેસ

|

Mar 08, 2021 | 4:48 PM

Gujarat Vidhansabha માં ચાલી રહેલા સત્ર દરમિયાન કોંગ્રેસનાં ધારાસભ્ય શૈલેષ પરમારનાં સવાલ પર જવાબ આપતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસમાં બે વર્ષમાં સંખ્યાબંધ સીધી ભરતી થઈ છે. 11000થી વધુ અધિકારી, જવાનની સીધી ભરતી કરવામાં આવી છે

Gujarat Vidhansabha માં ચાલી રહેલા સત્ર દરમિયાન કોંગ્રેસનાં ધારાસભ્ય શૈલેષ પરમારનાં સવાલ પર જવાબ આપતા જણાવ્યું હતું કે Gujarat પોલીસમાં બે વર્ષમાં સંખ્યાબંધ સીધી ભરતી થઈ છે. 11000થી વધુ અધિકારી, જવાનની સીધી ભરતી કરવામાં આવી છે જ્યારે બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેકટરમાં 122ની ભરતી અને બિન હથિયારધારી કોન્સ્ટેબલમાં 3980ની ભરતી થઈ છે. ગુજરાતમાં 313 IAS અધિકારીનું મહેકમ મંજૂર કરાયું છે જ્યારે કે  71 જગ્યા ખાલી છે. મંજૂર મહેકમમાંથી 23 અધિકારીને ડેપ્યુટેશન પર મોકલાયા. સરકારી અધિકારીઓ પર લાંચનાં કેસમાં ACBએ બે વર્ષમાં સરકારી અધિકારી કર્મચારી પર 4754 કેસ કર્યા તો વર્ગ 1ના 23 અધિકારી પર કેસ, વર્ગ 2ના 99 અધિકારી સામે કેસ કર્યા હતા.

 

Published On - 4:46 pm, Mon, 8 March 21

Next Video