GUJARAT : કચ્છ, જૂનાગઢ અને ભરૂચ પંથકમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

|

May 08, 2021 | 7:12 PM

GUJARAT : કચ્છમાં હવામાન ખાતાની આગાહી મુજબ આજે સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા સાથે ચોમાસા જેવો માહોલ છવાયો છે.

GUJARAT : કચ્છમાં હવામાન ખાતાની આગાહી મુજબ આજે સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા સાથે ચોમાસા જેવો માહોલ છવાયો છે. કચ્છમાં આજે શનિવારે ફરી બપોર બાદ ભુજ, સુખપર, માનકુવા, નખત્રાણા, મંજલ, સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. સતત પડી રહેલા કામોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતોએ સેવી હતી. બીજી તરફ કેરીના પાકમાં પણ નુકશાની થવાની સંભાવના લોકોએ વ્યક્ત કરી છે. લગાતાર થતા કામોસમી વરસાદથી ખેડૂત અને માલધારી વર્ગની ચિંતામાં વધારો થવા પામ્યો છે.

જૂનાગઢ, ભરૂચ પંથકમાં પણ વરસાદ નોંધાયો 

તો સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં વંથલી પંથકમાં ભારે પવન સાથે નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. વરસાદ પડતાની સાથે જ ખેડૂતોમાં ચિંતાનો માહોલ પ્રસર્યો છે. ખાસ કરીને કમોસમી વરસાદને કારણે અડદ, મગ, તલના પાકમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. તો કેસર કેરીમાં નુકસાનની આશંકા છે.

ભરૂચ જિલ્લામાં પણ વરસાદી માહોલ રહ્યો હતો. જિલ્લાના વાગરા, જંબુસર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

Next Video