ગુજરાત યુનિવર્સિટીનો ફરી છબરડો, વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પરીક્ષા પસંદગીનો વિકલ્પ ન મુકાયો

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીનો ફરી એકવાર છબરડો સામે આવ્યો છે. આ વખતે ઓનલાઇન પરીક્ષાના વિકલ્પ પસંદગીમાં છબરડો થયો છે. BSC સેમેસ્ટર-5 અને BCOM સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન વિકલ્પ ન મુકાયો. જેથી BSC સેમેસ્ટર-5 અને BCOM સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા નહીં આપી શકે. ઓફલાઇન પરીક્ષા ફોર્મ ભરવા 21 ડિસેમ્બર છેલ્લો દિવસ છે. ત્યારે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ ન […]

ગુજરાત યુનિવર્સિટીનો ફરી છબરડો, વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પરીક્ષા પસંદગીનો વિકલ્પ ન મુકાયો
| Updated on: Dec 18, 2020 | 4:31 PM

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીનો ફરી એકવાર છબરડો સામે આવ્યો છે. આ વખતે ઓનલાઇન પરીક્ષાના વિકલ્પ પસંદગીમાં છબરડો થયો છે. BSC સેમેસ્ટર-5 અને BCOM સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન વિકલ્પ ન મુકાયો. જેથી BSC સેમેસ્ટર-5 અને BCOM સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા નહીં આપી શકે. ઓફલાઇન પરીક્ષા ફોર્મ ભરવા 21 ડિસેમ્બર છેલ્લો દિવસ છે. ત્યારે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ ન આપતા વિદ્યાર્થીઓને ફરજિયાત ઓફલાઇન પરીક્ષા આપવી પડશે. જોકે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવા NSUIએ માગ કરી છે.

 

Published On - 4:30 pm, Fri, 18 December 20