GUJARAT UNIVERSITY : 8 ફેબ્રુઆરીથી ભવનો-કોલેજોમાં પ્રથમ વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થશે

GUJARAT UNIVERSITY : 8 ફેબ્રુઆરીથી શરૂ થતા શિક્ષણકાર્યમાં રાજ્ય સરકારે જાહેર કરેલી SOPનું ચુસ્તપણે પાલન કરવા અંગે પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.

GUJARAT UNIVERSITY : 8 ફેબ્રુઆરીથી ભવનો-કોલેજોમાં પ્રથમ વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થશે
Gujarat University - Ahmedabad
| Edited By: | Updated on: Feb 05, 2021 | 7:53 AM

GUJARAT UNIVERSITY માં આગામી 8 ફેબ્રુઆરીથી પ્રથમ વર્ષનું શિક્ષણકાર્ય શરૂ થશે. રાજ્યમાં શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની સંયુકત બેઠકમાં વિશદ ચર્ચા-પરામર્શ બાદ રાજ્ય સરકારે તા.8 ફેબ્રુઆરી-2021 સોમવારથી રાજ્યની યુનિવર્સિટીઓમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પણ વર્ગખંડ-ભૌતિક શિક્ષણ આપવા કોલેજો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે બહાર પાડવામાં આવેલા ઠરાવમાં જણાવાયું છે કે પ્રથમ વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમ માટેના વર્ગખંડો શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સેઇફ સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ, સ્ટેગર્ડમેનરમાં ગોઠવવાની રહેશે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આગામી સોમવાર તા. 08 ફેબ્રુઆરી-2021થી રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પૂન: શરૂ કરવાની જાહેરાત કરી છે. જેના પગલે GUJARAT UNI દ્વારા પણ રાજ્યના શિક્ષણ વિભાગના અનુસંધાને પરિપત્ર જાહેર કરી ગુજરાત યુનિવર્સિટીના તમામ અનુસ્નાતક ભવનો તેમજ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય તા. 08 ફેબ્રુઆરી-2021થી શરૂ કરવા અંગે પરિપત્ર જાહેર કર્યો છે. આ દરમિયાન રાજ્ય સરકારે જાહેર કરેલી SOPનું ચુસ્તપણે પાલન કરવા અંગે યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યું છે.