આજે કોણ બનશે ગુજરાતના નવા પોલીસ વડા ? પોલીસ વડા બનવાની રેસમાં આશિષ ભાટીયા મોખરે

|

Jul 31, 2020 | 5:23 AM

ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા આજે વયનિવૃત થશે. ગુજરાતના નવા પોલીસ વડા માટે આશિષ ભાટીયાનું નામ લગભગ નક્કી મનાઈ રહ્યું છે. ગુજરાતના નવા પોલીસ વડાની પંસદગી માટે દિલ્લીમાં યુપીએસસી બોર્ડની બેઠક મળવાની છે. આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મૂકીમ અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ પણ જોડાશે. બેઠકમાં કેરીયર રેકોર્ડ સહીતના તમામ પાસાઓને […]

આજે કોણ બનશે ગુજરાતના નવા પોલીસ વડા ? પોલીસ વડા બનવાની રેસમાં આશિષ ભાટીયા મોખરે

Follow us on

ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા આજે વયનિવૃત થશે. ગુજરાતના નવા પોલીસ વડા માટે આશિષ ભાટીયાનું નામ લગભગ નક્કી મનાઈ રહ્યું છે. ગુજરાતના નવા પોલીસ વડાની પંસદગી માટે દિલ્લીમાં યુપીએસસી બોર્ડની બેઠક મળવાની છે. આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મૂકીમ અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ પણ જોડાશે. બેઠકમાં કેરીયર રેકોર્ડ સહીતના તમામ પાસાઓને ધ્યાને રાખીને ગુજરાતના નવા પોલીસ વડાના નામની પસંદગી કરશે. ગુજરાતના નવા પોલીસ વડા બનવાની રેસમાં, આશિષ ભાટીયા ઉપરાંત રાકેશ અસ્થાના, એ કે સિહ અને વિનોદ મલ્લનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના નવા પોલીસ વડા બનવાની રેસમાં મોખરે રહેલા આશિષ ભાટીયા હાલ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર છે. તો અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવની પંસદગી થાય તેવુ મનાઈ રહ્યું છે. કોરોનાના કારણે લગાવેલા લોકડાઉન દરમિયાન શિવાનંદ ઝા વયનિવૃત થવાના હતા પરંતુ રાજ્ય સરકારે શિવાનંદ ઝાને એક્સટેન્શન આપ્યુ હતુ. જે આજે પૂરુ થઈ રહ્યુ છે.

Next Article