અનામત તો મળી ગઈ પણ ગુજરાતમાં ઉમેદવારો સરકારી ઓફિસના ધક્કા ખાય છે, જાણો કેમ?

|

Feb 12, 2019 | 11:44 AM

સરકાર દ્વારા 10 ટકા અનામત વર્ગની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ગમાં આવતા વિદ્યાર્થીઓ પોતાના સર્ટીફિકેટ માટે ધક્કા ખાય રહ્યાં  છે અને અવ્યવસ્થાને લીધે તેમને તકલીફ થઈ રહી છે. સુરતમાં પણ આ સમસ્યા સર્જાઈ છે. બિન અનામત જાતિઓનો જે સમાવેશ કર્યો છે. તેના માટે પ્રમાણપત્ર લેવા માટે અવ્યવસ્થા સર્જાય છે. વિદ્યાર્થીઓને જાણે સરકારે ધક્કે ચડાવી […]

અનામત તો મળી ગઈ પણ ગુજરાતમાં ઉમેદવારો સરકારી ઓફિસના ધક્કા ખાય છે, જાણો કેમ?

Follow us on

સરકાર દ્વારા 10 ટકા અનામત વર્ગની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ગમાં આવતા વિદ્યાર્થીઓ પોતાના સર્ટીફિકેટ માટે ધક્કા ખાય રહ્યાં  છે અને અવ્યવસ્થાને લીધે તેમને તકલીફ થઈ રહી છે. સુરતમાં પણ આ સમસ્યા સર્જાઈ છે.

બિન અનામત જાતિઓનો જે સમાવેશ કર્યો છે. તેના માટે પ્રમાણપત્ર લેવા માટે અવ્યવસ્થા સર્જાય છે. વિદ્યાર્થીઓને જાણે સરકારે ધક્કે ચડાવી દીધા છે. સુરતમાં બહુમાળી ખાતે એક જ માત્ર કચેરી છે કે જ્યાં બિનઅનામત માટેનું સર્ટિફિકેટ આપવા આવે છે. અઠવાડિયામાં માત્ર એક જ દિવસ મંગળવારે જ ફોર્મ આપવામાં આવે છે. ક્યારેક 70 તો કયારેક 100 ફોર્મ આપવામાં આવે છે પછી વિદ્યાર્થીઓ ફોર્મ લેવા જાય તો ફોર્મ ન હોવાનું કહેવામાં આવે છે.

TV9 Gujarati

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

ફોર્મ લેવા માટે અને સર્ટિફિકેટ લેવા માટે ફરજીયાત વિધાર્થીઓએ જ આવવાનું એવો આગ્રહ રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓ સુરતની બહાર અભ્યાસ કરતા હોય તેમને ફરજીયાત અભ્યાસ પડતો મૂકીને  મોટો ખર્ચ કરીને આવવું પડે છે. તેમાં પણ વધુ લાઇન હોય તો ફોર્મ મળતા નથી. કચેરીની બહાર લાંબી કતાર લાગી હોય છે અને ફોર્મ મળતા નથી.ત્યારે વિધાર્થીઓની માગ છે કે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. જે-તે ઝોનમાં સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓની હાલાકી ઓછી થાય.

[yop_poll id=1356]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article