વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે દેશને સંબોધન કરતા કૃષિ કાયદાઓ (Farmers Law) પરત ખેંચવાની જાહેરાત કરી છે. ત્યારે આ કાયદા પરત ખેંચવાના નિર્ણયને લઇને રાજકીય પ્રતિક્રિયાઓનો દૌર શરૂ થયો છે. ત્યારે આ મામલે રાજ્યના આરોગ્ય પ્રધાને પણ નિવેદન આપ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે (Rushikesh Patel) આ કાયદાઓ ખેડૂતોના હિતમાં હતા તેમ કહ્યું. પરંતુ સમજાવવામાં અને સમજવામાં ક્યાંક ચૂક થઇ હોવાની વાત તેમણે કરી. જણાવી દઈએ કે PM નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે દેશને સંબોધન કર્યું જેમાં દેવદિવાળી (Dev Diwali) અને ગુરુનાનકજયંતીની શુભેચ્છા પાઠવી. તેમજ ત્રણેય કૃષિ કાયદાને (Farmers law) પરત લેવાની જાહેરાત કરી છે.
રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આ જાહેરાત અંગે નિવેદન આપ્યું છે. ઋષિકેશ પટેલે કહ્યું કે ‘કાયદાઓ ખેડૂતોના હિતમાં હતા તેવું મારું સ્પષ્ટ માનવું છે. પરંતુ સમજાવવામાં ક્યાંક, કે સમજવામાં ક્યાંક અમુલ લોકોને ભૂલ થઇ હોય. પરંતુ હાલ પુરતા આ કાયદાઓ પરત ખેંચ્યા છે. અને આવનારા સમયમાં ખેડૂતોના હિત માટે અનેક જન કલ્યાણકારી કાર્યો અને નિર્ણયો આ સરકાર કરશે.
તો બીજી તરફ આ મામલે સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલો નિર્ણય વિચારી સમજીને જ લેવામાં આવ્યો હશે. પરંતુ, કેટલાક વિઘ્નસંતોષી વ્યક્તિઓએ આ કાયદા વિરોધમાં હંગામો મચાવ્યો છે. જે કદાચ ખેડૂતોના હિતમાં નથી. કારણ કે કાયદાઓ ખેડૂતોના ફાયદા માટે જ લેવામાં આવ્યા હતા. કેટલાક લોકો ખેડૂતોને ગેરમાર્ગે દોરી ખેડૂતોનું જ અહિત કરતા હોવાનું સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું છે.
કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત મામલે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું કે ‘સરકારના નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ, અને સરકારે હવે જયારે માફી માંગી છે ત્યારે આખરે ખેડૂતો અને ખેડૂતોના આંદોલનની જીત થઇ છે.’ સાથે જ હાર્દિક પટેલે મૃતક ખેડૂતોને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. તો આ સાથે હાર્દિક પટેલે જણાવ્યું કે જો ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો હોય તો સ્વામીનાથન કમિટીનો રિપોર્ટ લાગુ કરવો જોઇએ. જો આમ નહીં થાય તો ખેડૂતો આંદોલન કરતા રહેશે. અને, સરકારના મનસ્વી નિર્ણયનો સતત વિરોધ થતો રહેશે તેમ પણ પટેલે ઉમેર્યું છે.
આ પણ વાંચો: Agricultural Bills : આજે ખેડૂતો અને આંદોલનનો વિજય થયો છે : હાર્દિક પટેલ
આ પણ વાંચો: Agricultural Bills : કેટલાક લોકો ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે : રામ મોકરિયા