GUJARAT: રાજ્યમાં બાળમૃત્યુનો ચોંકાવનારો દર, દરરોજ આટલા બાળકોના મૃત્યુ થાય છે !

|

Mar 03, 2021 | 7:54 PM

GUJARAT: રાજ્યમાં બાળમૃત્યુના ચોંકવનારા આંકડા સામે આવું છે. આ આંકડા GUJARAT સરકારે વિધાનસભામાં રજૂ કર્યા છે.

GUJARAT: ગુજરાતમાં બાળ મૃત્યુ દરના (Child mortality rate) ચિંતા ઉપજાવે તેવા આંકડા સામે આવ્યા છે. વિધાનસભા ગૃહમાં સરકારે રાજ્યમાં રોજ 42 બાળકનાં મોત થયાની વાત જણાવી.રાજ્યમાં ગત વર્ષે રોજ 48 બાળક મૃત્યુ પામ્યા હતા. વર્ષ 2020માં 15432 બાળકોના મૃત્યુ થયા છે. 

GUJARAT સરકારે પાછલા બે વર્ષમાં રાજ્ય બહારના 231 બાળકનાં મોત થયાનું સ્વીકાર્યું.જ્યારે અન્ય તમામ મૃત બાળકો ગુજરાતના જ હતા. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા.લલિત વસોયાએ કહ્યું કે રાજ્ય સરકારની મોટા ભાગની હોસ્પિટલમાં બાળકોના ડોક્ટરની ઘટ છે, આરોગ્યની મોટી વાતો કરતી સરકારે બાળ નિષ્ણાંત તબીબોની તાત્કાલિક ભરતી કરવી જોઈએ.

 

Next Video